રજૂઆત:પોરબંદરમાં વિરોધ પક્ષનો અવાજ દબાવી, દેશની લોકશાહીનું અપમાન કરવામાં આવ્યું

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસે રાજ્યના CM તથા શિક્ષણ મંત્રીને આવેદન પાઠવી ઉગ્ર રજૂઆતો કરી
  • જિલ્લા શૈક્ષણિક સંઘના પ્રમુખને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરીને તેની સામે કડક પગલા ભરવા માંગ
  • માંગ સ્વિકારાશે નહીં તો રસ્તા રોકો આંદોલન ચલવાશે

પોરબંદર જિલ્લા ક્રોંગ્રેસે રાજ્યના મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રીને આવેદન પત્ર પાઠવી, રજૂઆતો કરી છે કે ક્રોંગ્રેસના કાર્યકરો વિરૂધ્ધ કલેક્ટરને ખોટી રજૂઆતો કરીને પોરબંદર જીલ્લા શૈક્ષણિક સંઘે વરોધ પક્ષના અવાજને દબાવવાની કોશીષ કરી છે અને દેશની લોકશાહીનું અપમાન કર્યુ છે.

અમીપુર ગામની પ્રાથમિક શાળામાં લોલંમલોલ ચાલતુ હોવાની ફરીયાદો મળતા પોરબંદર ક્રોંગ્રેસના આગેવાનોએ અમીપુર ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી અને આ સરકારી શાળામાં ચારેબાજુ ફેલાયેલી ગંદકી, શાળાના જર્જરીત થઇ ગયેલા વર્ગો, શાળાના ગ્રાઉન્ડમાં ભરાયેલું ગંદુ પાણી તેમજ મુલાકાત દરમ્યાન શાળામાં મધ્યાહન ભોજન ચાલતુ હોય અને શાળાના શિક્ષકો શાળાના વિદ્યાર્થીઓ પાસે વાસણ ઉટકાવતા હોય તથા વિદ્યાર્થીઓ બાથરૂમમાંથી પાણી ભરીને પીતા હોય તે બધું ક્રોંગ્રેસના આગેવાનોએ નજરે નિહાળ્યું હતુ.

અને આ અંગે શાળાના પ્રિન્સીપાલને રજૂઆતો કરી હતી. આમ દેશની તંદુરસ્ત લોકશાહીને છાજે તેમ વિરોધ પક્ષની ભૂમિકા ભજવીને ક્રોંગ્રેસના આગેવાનોએ જીલ્લામાં ચાલતી એક સરકારી શાળાની મુલાકાત કરી, શાળામાં ચાલતા લોલંમલોલ વિષે અવાજ ઉઠાવ્યો હતો.

ત્યારે આ બાબતને ધ્યાને રાખીને પોરબંદર જીલ્લા શૈક્ષણિક સંઘના પ્રમુખે ક્રોંગ્રેસના કાર્યકરો વિરૂધ્ધ જીલ્લા કલેક્ટરને ખોટી રજૂઆતો કરીને દેશના વિરોધ પક્ષનું મોરલ તોડવાની અને વિરોધ પક્ષનો અવાજ દબાવવાનું કૃત્ય કર્યુ છે અને ભારત દેશની તંદુરસ્ત લોકશાહીનું અપમાન કર્યુ હોવાનું જણાવી, પોરબંદર ક્રોંગ્રેસે રાજ્યના મુખ્યમંત્રી(CM) તેમજ શિક્ષણ મંત્રીને આવેદન પત્ર પાઠવીને આ બાબતે ઉગ્ર રજૂઆતો કરી હતી.

અને પોરબંદર જીલ્લા શૈક્ષણિક સંઘના પ્રમુખને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરીને તેની સામે કડક પગલા ભરવામાં આવે તેવી માંગ કરી હતી અને જો આ માંગણી સ્વીકારવામાં નહિ આવે તો આગામી દિવસોમાં ક્રોંગ્રેસ દ્વારા ધરણા યોજીને રસ્તા રોકો આંદોલન ચલાવવામાં આવશે તેવી ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...