ભજન કિર્તનનું આયોજન:આજે રાત્રે સ્મશાનભૂમિમાં અંધશ્રદ્ધા જાગૃતિ કાર્યક્રમ

પોરબંદર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોબર ગ્રુપ પોરબંદર દ્વારા અંધશ્રદ્ધા સામે જન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ ગ્રુપના કાર્યકરો દ્વારા લોકોને અંધશ્રદ્ધા થી દુર રહેવા તેમજ ખોટી માન્યતાઓ નું ખંડન કરવા ભૂતકાળમાં અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા છે ત્યારે આ વખતે પણ આ ગ્રુપ દ્વારા આજે તા. 3 ના કાળીચૌદશ ની રાત્રીએ સ્મશાનભૂમિ ખાતે અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ યોજાશે. લોકો રસ્તા પર કુંડાળા કરી કકળાટ કાઢતા હોય છે અને કુંડાળામા વળાઓ મુકતા હોય છે.

સોબર ગ્રુપના સભ્યો આ કુંડાળા માંથી વડા એકઠા કરી સ્મશાન ભૂમિની ચિતા પર બેસી વડા આરોગશે. ઉપરાંત સ્મશાનભૂમિમાં વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ નો ભજન કીર્તનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. રાત્રે 9 થી 12 સુધી આ કાર્યક્રમ યોજાશે. જેમાં સોબર ગ્રુપના સ્થાપક પ્રમુખ સ્વ.દિલીપભાઈ ધામેચાને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે.