વિવાદ:ચેમ્બર ઓફ કોમર્સના વીજ કનેકશન મુદ્દે અધિક્ષક ઇજનેરે તપાસ માટે તાકીદ કરી

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • PGVCL ના નાયબ ઇજનેરે માહિતી છુપાવી હોવાનો આક્ષેપ

પોરબંદરમાં ચેમ્બર ઓફ કોમર્સની જગ્યામાં PGVCL દ્વારા બે વીજ જોડાણને ગેરકાયદેસર રીતે વીજ જોડાણ આપવામાં આવ્યા હોવાના મુદ્દે PGVCL કચેરીના નાયબ ઇજનેરે ચોક્કસ માહિતી છુપાવીને કમાણી કરી રહ્યા હોવાનો આક્ષેપ પોરબંદરના એક સામાજીક કાર્યકરે કર્યો હતો.

પોરબંદરના સામાજીક કાર્યકર દિનેશભાઇ માંડવીયાના જણાવ્યા અનુસાર પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની બે વીજ જોડાણ ગેરકાયદે રીતે આપવામાં આવ્યા છે. તેના અનુસંધાને દિનેશભાઇએ તા. 20-10-2021 ના રોજ PGVCL પાસે આરટીઇ કાયદા હેઠળ માહિતી માંગી હતી પરંતુ આ કચેરીના નાયબ ઇજનેર જય મજીઠીયાએ આ માહિતી જાણી જોઇને આપી ન હતી અને તેમણે માહિતી ગેરમાર્ગે દોરનારી આપી હતી.

આથી પોતે અધિક્ષક ઇજનેર ડી. એમ. કમાણીને આ અંગે તા. 20-11-2021 ના રોજ અપીલ કરતા તેની સુનાવણી તા. 13-12-21 ના રોજ રાખવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે ભાડા કરાર અને દસ્તાવેજી પુરાવાની યાદી અંગેની માહિતી અંગેની માહિતી અરજદારને કાયદા મુજબ આપવાની થાય છે અને તે પણ 10 દિવસની અંદર થાય છે. મજીઠીયા જેવા અધિકારી આરટીઇ એકટ 2005 ની કલમનો દુરુપયોગ કરી રહ્યા છે અને માહિતી આપતા નથી અને તે રીતે તેઓ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે. અધિક્ષક ઇજનેર કમાણીની તટસ્થતાને કારણે સમગ્ર પ્રકરણની સત્ય હકીકત સામે આવી હોવાનું કહેવાય છે.

અન્ય સમાચારો પણ છે...