મુસાફરોને અસુવિધા થશે:નાગપુર ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ ટ્રેન રદ રહેશે

પોરબંદર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામ માટે બ્લોક લેવાશે, જેના કારણે 2 ટ્રેનો રદ કરવામાં આવી

દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે સ્થિત નાગપુર ડિવિઝનના કનહન સ્ટેશન પર ડબલ ટ્રેકના કામ હેઠળ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામ માટે બ્લોક લેવામાં આવશે. જેના કારણે ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી 2 ટ્રેનો રદ કરવામાં આવી છે. જેના પગલે તંત્ર દ્વારા મુસાફરોને આ બાબતની નોંધ લેવા અનુરોધ કરાયો છે.

બ્લોક લેવામાં આવતો હોવાના કારણે 2 ટ્રેનો રદ
નાગપુર ડિવિઝનના કનહન સ્ટેશન પર ડબલ ટ્રેકના કામ હેઠળ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામ માટે બ્લોક લેવામાં આવતો હોવાના કારણે ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી 2 ટ્રેનો રદ કરવામાં આવી છે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમના જણાવ્યા અનુસાર, રદ કરાયેલી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

રદ કરાયેલી ટ્રેનો

• ટ્રેન નંબર 12905 પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ પોરબંદર સ્ટેશનથી 10.08.2022 અને 11.08.2022 ના રોજ રદ રહેશે.

• ટ્રેન નંબર 12906 શાલીમાર - પોરબંદર સુપરફાસ્ટ શાલીમાર સ્ટેશનથી 12.08.2022 અને 13.08.2022 ના રોજ રદ રહેશે.

અન્ય સમાચારો પણ છે...