તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:સુપર ફાસ્ટ ફેસ્ટીવલ સ્પેશ્યલ ટ્રેનને વધુ 3 માસ માટે લંબાવાઇ

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોરબંદર-હાવડા વચ્ચેની ટ્રેન 5મેથી 30 જૂન સુધી લંબાવવાનો નિર્ણય
 • રેલ્વે તંત્રએ મુસાફરોની સુવિધાઓને ધ્યાને રાખીને નિર્ણય કર્યો

રેલ્વે તંત્રએ મુસાફરોની સુવિધાઓને ધ્યાને રાખીને પોરબંદર-હાવડા વચ્ચે દોડતી સુપરફાસ્ટ ફેસ્ટીવલ વિશેષ ટ્રેનને વધુ 3 માસ માટે દોડાવવાનો આવકારદાયક નિર્ણય કર્યો છે.પોરબંદરના રેલ્વે સ્ટેશન પરથી સપ્તાહમાં બે વખત ઉપડતી પોરબંદર-હાવડા વચ્ચેની સુપરફાસ્ટ ફેસ્ટીવલ સ્પેશીયલ ટ્રેન નં.-09205 ને તેવી જ રીતે હાવડા સ્ટેશનથી ઉપડતી હાવડા-પોરબંદર સુપરફાસ્ટ ફેસ્ટીવલ સ્પેશીયલ ટ્રેન નં.-09206 એમ આવતી-જતી આ બન્ને સાપ્તાહિક ટ્રેનોને વધુ 3 માસ સુધી લંબાવવામાં આવી છે. પશ્ચિમ રેલ્વેના ભાવનગર મંડળ દ્વારા મુસાફરોની સુવિધા અને માંગને ધ્યાને રાખીને પોરબંદર-હાવડા-પોરબંદર વચ્ચે આવતી-જતી બન્ને સુપરફાસ્ટ ફેસ્ટીવલ સ્પેશીયલ ટ્રેનોને આગામી 5 મે,2021 થી 30 જુન,2021 સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટ્રેન નં.-09205 પોરબંદર - હાવડા દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ વિશેષની ટિકિટ બુકિંગ 28 માર્ચ, 2021 થી નિયુક્ત PRS કાઉન્ટર્સ અને IRCTC ની વેબસાઇટ પર શરૂ થશે. વિશેષ માહિતી માટે રેલ્વે તંત્રની વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જાણકારી પ્રાપ્ત કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો