તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેતી અને ખેડૂત:બરડા પંથકના ખેતરમાં ઓપનર દ્વારા ઉનાળુ મગફળી કાઢવાનું શરૂ : 1 વિઘે 20 મણ ઉતારો

બગવદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસુ નજીક હોવાથી ખેડૂતો દ્વારા ખેતરો સમતલ કરી વાવણી કરવાની પૂર્વ તૈયારી શરૂ

બરડા પંથકના ખેતરમાં ઓપનર દ્વારા ઉનાળુ મગફળી કાઢવામાં આવી રહી છે. ચોમાસુ નજીક હોવાથી ખેડૂતો દ્વારા ખેતરો સમતલ કરી વાવણી કરવાની પૂર્વ તૈયારી શરૂ કરી છે.પોરબંદર તાલુકામાં ગત વર્ષે 225 ટકાથી વધુ વરસાદ થયો હતો, જેથી ખેડૂતોએ મગફળીનું ખુબ જ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું.

સરકારની સુજલામ સુફલામ યોજના ત્રણ વર્ષથી ચાલુ હોવાથી જળ સ્ત્રોત ઊંડા થવા થી કુવાઓમાં પણ પુષ્કળ પાણી હોવાથી ખેડૂતોએ શિયાળુ પાકમાં ધાણાજીરૂ, ઘઉં, બાજરો સહિતના પાક નું ઉત્પાદન મેળવેલ અને ત્યારબાદ ઉનાળુ પાકમાં મગ, તલ, ડુંગળી અને ઉનાળુ મગફળીનું વાવેતર કરેલ. પોરબંદર જિલ્લાની વાત કરીએ તો પોરબંદર તાલુકામાં ખેડૂતોએ આ વર્ષે ત્રણ - ત્રણ મોસમ મેળવેલ છે, અને ઉત્પાદન પણ સારું એવું થયેલ છે. ખેડૂતોના જણાવ્યા મુજબ આ વર્ષે ખેત ઉત્પાદન પણ સારું થયેલ છે અને બજાર ભાવ પણ સારા મળેલ છે. ઉનાળુ મગફળી એક વીઘામાં 20 મણ ઉત્પાદન થયેલ છે જ્યારે ડુંગળી એક વીઘામાં 300 મણ ઉત્પાદન થયેલ છે. હવે ચોમાસું નજીક હોવાથી ખેડૂતોએ ખેતરો ખેડવા સમતળ કરવા અને ફરીથી વાવણી કરવા માટે પૂર્વ તૈયારીમાં લાગી ગયેલ છે.

અન્ય સમાચારો પણ છે...