ડીસિલ્ટિંગના કામો:પોરબંદરના વિસાવાડામાં સુજલામ સુફલામ જળ અભિયાન ધમધમ્યું

પોરબંદર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાંસ સફાઈ, તળાવ ઊંડા કરવા, જમીન પાળા, ખેત તલાવડી, ચેકડેમ, કેનાલ ડીસિલ્ટિંગના કામો હાથ ધરાયા

પોરબંદરમાં ગામનું પાણી ગામમા અને સીમનુ પાણી સીમમા રહે, જળ સંચય થાય, જળ સંગ્રહ થાય, જમીનને ફળદ્રુપ માટી મળી રહે, ગ્રામવાસીઓને રોજગારી મળી રહે તેવા આશયથી શરૂ થયેલ સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ છેલ્લા ચાર વર્ષમાં મળેલ સફળતા બાદ ચાલુ વર્ષે સમગ્ર રાજ્યમાં આ અભિયાન હાથ ધરવા આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પોરબંદરના વિસાવાડા ખાતે પણ જીલ્લાકક્ષાનો સુજલામ સુફલામ જળ અભિયાનનો કાર્યક્રમ હાથ ધરાયો છે.

પોરબંદરના વિસાવાડા ખાતે 2 મહિના પહેલા સુજલામ સુફલામ જળ અભિયાન કામનો પ્રારંભ કરાયા બાદ હાલ આ અભિયાન અંતર્ગત જીલ્લામાં તળાવ ઊંડા કરવાના,ખેત તલાવડી બનાવવાના, વન તલાવડી બનાવવાના, કેનાલ ડીસીલ્ટીંગ કરવાના, માટીપાળા બનાવવાના તથા અન્ય પ્રકારના 143 કામો હાથ ધરાયા છે. જેમાં 45 હજાર જેટલા માનવદિન રોજગારી ઉત્પન થશે તેવો લક્ષ્યાંક છે.

જિલ્લામાં જળસંપતિ વિભાગ, નગરપાલિકાઓ, વન અને પર્યાવરણ વિભાગ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગા હેઠળ વિવિધ જળ સંચયના કામો હાથ ધરવામાં આવ્યા છે અને આ અભિયાન દરમિયાન કાંસ સફાઈ, તળાવ ઊંડા કરવા, જમીન પાળા બનાવવા, ખેત તલાવડી બનાવવી, ચેકડેમ, કેનાલ ડીસિલ્ટિંગના કામો હાથ ધરાયા છે. જિલ્લામાં જળ સંચય જળ સંગ્રહના કામો હાથ ધરાતા જળ સંચય થતાં ભૂગર્ભ જળ ઊંચા આવશે અને ખેતીની જમીનમાં સુધારો થશે.

ગત વર્ષે મનરેગા હેઠળ 169 કામો અને 61390 માનવ દિન રોજગારી મળી હતી
પોરબંદર જિલ્લામાં ગત વર્ષ દરમ્યાન જળસંપતિ વિભાગ, નગરપાલિકાઓ, વન અને પર્યાવરણ વિભાગ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગા હેઠળ 169 કામો પૂર્ણ કરવામાં આવ્યા હતા. આ અભિયાન દરમિયાન કાંસ સફાઈ, તળાવ ઊંડા કરવા, જમીન પાળા, ખેત તલાવડી, ચેકડેમ, કેનાલ ડીસિલ્ટિંગના કામો હાથ ધરવામાં આવ્યા હતા. જેને પરિણામે 61390 માનવ દિન રોજગારીનું સર્જન થયું હતું.

કોરોનાબાદ વ્યાપેલી મંદીમાં રોજગારીની તકો ખુલશે
પોરબંદર જિલ્લામાં કોરોનાકાળ અને લોકડાઉનમાં દરેક ધંધામાં ભારે મંદી જોવા મળી રહી છે. આ મંદીમાંથી બજારને બહાર નિકળવામાં સુજલામ સુફલામ જળ અભિયાન 2022 હેઠળ જળ સંચય અને જળ સંગ્રહના 143 કામો મદદરૂપ બનશે અને તેનાથી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી ઉત્પન્ન થતા જિલ્લામાં મંદીનું વાતાવરણ હળવું થશે.

અન્ય સમાચારો પણ છે...