તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:પોરબંદર બોટ માલીકો, બોટ એસો.ને તકેદારી રાખી માછીમારી કરવા સુચન

પોરબંદર15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • IMBL પર બનતા બનાવો અટકાવવા એસઓજી દ્વારા મિટિંગનું આયોજન કરાયું

IMBL પર બનતા બનાવો અટકાવવા એસઓજી દ્વારા મિટિંગ યોજી પોરબંદર બોટ માલીકો અને બોટ એશોસીએશનના સભ્યોને તકેદારી અંગે માહિતી અપાઈ હતી. હાલની પરિસ્થિતીમાં IMBL ઉપર ભારતીય બોટો તથા માછીમારોના અપહરણના બનાવો બનતા અટકાવવા તેમજ IMBL ક્રોસ કરી ફિશીંગ ન કરવા અંગે પોરબંદર જિલ્લાના પોલીસ અધીક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા એસઓજી પીઆઇ કે.આઇ.જાડેજા તથા પીએસઆઇ એચ.સી.ગોહિલને સુચના આપવામાં આવેલ જે સુચના આધારે એસઓજી ટીમ દ્વારા પોરબંદર બોટ એશોશીએશન તથા બોટ માલીકો સાથે એક તકેદારી મીટીંગ યોજવામાં આવી હતી.

જેમાં બોટ માલીકોને સુચના આપવામાં આવેલ કે માછીમારીમાં જતી બોટોના ટંડેલ તથા ખલાસીઓને બોટ માછીમારીમાં રવાના થાય ત્યારે IMBL ક્રોસ કરી ફિશીંગ નહી કરવા સુચના આપવામાં આવે, તેમજ જે ખલાસીઓ ફિશીંગમાં જાય ત્યારે તેઓના ઓળખપત્રોની કોપી તેમજ તેઓના મોબાઇલ નંબરની ખાસ નોંધ રાખે, માછીમારી કરવા જતી બોટોના ટંડેલ ખલાસીઓને 16 નંબર ની ચેનલ જામ નહીં કરવા અને 20 નંબરની ચેનલનો ઉપયોગ કરવા સુચના આપવી.

ઉપરાંત ટોલ ફ્રી નંબર 1093નો મહત્તમ રાષ્ટ્ર સુરક્ષામાં ઉપયોગ કરી કોઇ શંકાસ્પદ પ્રવૃતી જણાઇ આવ્યે તાત્કાલીક જાણ કરવી, સુરક્ષા એજન્સીઓના “આંખ અને કાન" બની રાષ્ટ્ર સુરક્ષામાં ભાગીદાર બનવા આહવાન કરવામા આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો