તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:પોરબંદરના ઓડદર રોડ પર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી પૂર્ણ, ટેસ્ટીગ બાદ કાર્યરત કરવામાં આવશે

પોરબંદર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા દ્વારા 35 કરોડના ખર્ચે પ્લાન્ટ બનાવાયો

પોરબંદરમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી પૂર્ણ થઈ છે. આગામી દિવસ માં ટેસ્ટિંગ થયા બાદ પ્લાન્ટને કાર્યરત કરી દેવામાં આવશે. પોરબંદરમાં ઓડદર રોડ પર પાલિકા દ્વારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ રૂપિયા 35 કરોડના ખર્ચે બનાવવાની કામગીરી શરૂ થઈ હતી.

આ પ્લાન્ટની કામગીરી પૂર્ણ થઈ છે. આ પ્લાન્ટ દ્વારા મુખ્ય ગટર માંથી જે પાણી આવે છે તે આ પ્લાન્ટમાં ટ્રીટ થઈ અને ચોખ્ખું થશે અને આ ચોખ્ખું પાણી ખાણ વિસ્તારોમાં છોડવામાં આવશે. ગટરનું ગંદુ પાણી આ પ્લાન્ટમાં ટ્રીટ થયા બાદ તે પીવા લાયક નહીં પરંતુ વાપરવા લાયક થશે અને ખેતીમાં પણ વાપરી શકાશે. હાલ આ કામગીરી પૂર્ણ થઈ છે. આ પ્લાન્ટની કેપેસિટી 19.10 MLD ની છે. આગામી દિવસ માંજ ટેસ્ટિંગ પ્રક્રિયા હાથ ધરાશે અને બાદમાં આ પ્લાન્ટને કાર્યરત કરવામાં આવશે. આવો જ બીજો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બોખીરા વિસ્તારમાં છે જેનું કામ 70 ટકા પૂર્ણ થયું છે. અને આગામી સમયમાં આવો જ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છાયા ખાતે પણ બનાવવામાં આવશે જેની ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે તેવું પાલિકાના ચીફ ઓફિસે હેમંત પટેલે જણાવ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser