રજૂઆત:શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરવા શિક્ષણ અધિકારીને રજૂઆત થઇ

પોરબંદર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારે કોરોનાની ત્રીજી લહેરની સતાવાર જાહેરાત કરી છે

કોરોના સંક્રમણ વધ્યું છે ત્યારે સરકારે પણ કોરોનાની ત્રીજી લહેર અંગે સતાવાર જાહેરાત કરી છે. છાત્રોમા કોરોના સંક્રમણ ન ફેલાઈ તે માટે ધો. 1 થી 8ની શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરવામાં આવે તેવી NSUI દ્વારા રજુઆત કરાઈ છે.

હાલ કોરોના સંક્રમણ વધ્યું છે. દેશ અને રાજ્યમાં કોરોના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વિદ્વાનોના મતાનુસાર કોરોનાની ત્રીજી લહેરની દેશમાં શરૂઆત થઇ ચુકી છે જેમા સૌથી વધુ નાના બાળકોને અસર કરશે તેવું મનાઈ રહ્યું છે. કોરોના કેસોમા દરરોજ વધારો જોતા ગુજરાત રાજ્ય સરકારએ પણ સત્તાવાર ત્રીજી લહેરની જાહેરાત કરી દીધેલ છે.

હાલ સ્કૂલોમાં બાળકો અને શિક્ષકોમાં પણ એક-બે કેસો જોવા મળ્યા છે, આ બાબત ખૂબ ગંભીરતાથી લેવી જોઇએ. નાના બાળકોની રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી હોય અને સંક્રમિત થવાનો ભય વધુ રહે છે, ઘણી સ્કૂલોમાં કોરોના ગાઈડલાઈનનું પાલન થઈ શકતું ન હોય, સ્કુલોના કલાસરૂમોમા સેનીટાઇઝર ફરી કરાયું નથી.

બાળકો કોરોના સંક્રમિત ન થાય તેની સાવચેતીના ભાગરૂપે હાલની સ્થિતિને જોતા થોડા દિવસો માટે ધોરણ 1 થી ધોરણ 8 ના વિધાર્થીઓ માટે પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરી ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે તેવી પોરબંદર જિલ્લા NSUI દ્વારા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...