માંગણી:ફિક્સ વેતનથી નિમણૂંકની માંગ સાથે વીસીઇ મંડળની રાજ્યપાલને રજૂઆત

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 16 વર્ષથી વધારે સમયથી કામ કરતાં કર્મચારીને આરોગ્ય સહિતના લાભો આપવા માગણી
  • વીસીઇ મંડળની હડતાળને જિલ્લા તલાટી મંડળ દ્વારા સંપૂર્ણ ટેકો જાહેર કરવામાં આવ્યો

ફિક્સ વેતનથી નિમણૂકની માંગ સાથે વીસીઇ મંડળની રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી છે. 16 વર્ષથી વધારે સમયથી કામ કરતાં સરકારી કર્મચારી જાહેર કરી લાભો આપવા માગણી પણ કરવામાં આવી છે.

જિલ્લા ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક ઓપરેટર મંડળ દ્વારા 16 વર્ષથી વગર પગારે માત્ર કમિશન થી ગ્રામ પંચાયતની કચેરીઓમાં સેવા આપી રહેલા વીસીઇને ફિક્સ વેતનથી પગારમાં રાખી કમિશન પ્રથા બંધ કરી સરકારી કર્મીને તેના આરોગ્ય સહિતના લાભો આપવાની માંગણી સાથે રાજ્યપાલને રજૂઆત કરાઇ હતી. વીસીઇ મંડળની તા. 16-05 ની હડતાળને જિલ્લા તલાટી મંડળ દ્વારા સંપૂર્ણ ટેકો જાહેર કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...