આક્ષેપ:રસ્તાના કામમાં થઈ રહેલા ભ્રષ્ટાચાર અંગે કોંગ્રેસ દ્વારા કલેક્ટરને રજૂઆત

પોરબંદર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સક્ષમ અધિકારી દ્વારા ઊંડી તપાસ હાથ ધરી જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ કરી

પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકા, કુતિયાણા તાલુકાના તથા પોરબંદર તાલુકાના રસ્તાઓમા ચોમાસા બાદ ખાડા પડી ગયેલ હોય જેથી ડેમેજ થયેલ રસ્તાઓમાં મેટલનું પેચ બહાનુ બતાવીને ખોટા કામ દેખાડીને અધિકારીઓ અને કોન્ટ્રાકટરો દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહેલ હોવાનું જાણવા મળતા કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ નાથાભાઇ ઓડેદરા સહિતના કાર્યકરોએ જિલ્લા કલેકટરને રૂબરૂ આવેદન પાઠવી જણાવ્યું હતું કે, જિલ્લાના અનેક ગામના રોડોના કામોમાં કરોડોનો ભ્રષ્ટાચાર આચરેલ છે.

આ રસ્તાઓમાં કેટલાક રસ્તામાં કોઈ જ ખરાબી ન હોય છતા પણ કામ કરેલ છે તેવું દેખાડેલ છે. તેમજ અમુક રસ્તામાં થોડું-થોડું રીપેરીંગ કરી મોટી ૨કમોનું કામ દેખાડેલ છે. રસ્તા પરનું કામ હલકી કક્ષાનું હોવાનું જાણવા મળેલ જેથી સ્થળ પર જઈ ચકાસીને રોડની હલકીકક્ષાની કામગીરીના વિડિઓ પણ રજૂ કર્યા હતા. અને અંગે સક્ષમ અધિકારી દ્વારા ઊંડી તપાસ હાથ ધરી જવાબદારો સામે કાર્યવાહી કરવા કલેકટર સમક્ષ રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...