તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ધો.10-12 ની બોર્ડ પરીક્ષા દરમ્યાન રમજાન ઇદની રજા આપવા રજૂઆત

પોરબંદર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા લઘુમતિ સેલના પ્રમુખે ગાંધીનગર પત્ર લખી માંગ કરી

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલી ધો.૧૦-૧૨ ની બોર્ડ પરીક્ષાઓ આગામી મે માસની તા.૧૦-૦૫ થી તા.૨૫-૦૫-૨૦૨૧ દરમ્યાન ચાલશે. આ પરીક્ષાની તારીખો દરમ્યાન રમજાન ઇદ આવતી હોવાથી પોરબંદર જીલ્લા શાળા સંચાલક મંડળના લઘુમતિ સેલના પ્રમુખ ફારૂકભાઇ સૂર્યાએ ગાંધીનગર સ્થિત શિક્ષણ વિભાગને પત્ર લખીને એવી રજૂવાતો કરી હતી કે જાહેર કરાયેલી બોર્ડ પરીક્ષાઓની તારીખો દરમ્યાન ૧૩ મી મે ના રોજ રમજાન ઇદ આવતી હોવાથી,

અત્યારથ જ બોર્ડની પરીક્ષાઓમાં તા.૧૩ અને ૧૪ મે ના રોજ રજા રાખીને બોર્ડની પરીક્ષામાં આ બે દિવસનો ગેપ રાખવામાં આવે જેથી રાજ્યના શિક્ષણ વિભાગને પાછળથી પરીક્ષાઓની તારીખો બદલવી ન પડે તેમજ બોર્ડની પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓને પણ પરીક્ષાને લઇને કોઇ અસંમજસ ન રહે. આમ પોરબંદર જીલ્લાના લઘુમતિ સેલના પ્રમુખે ગાંધીનગર પત્ર લખીને આગામી બોર્ડ પરીક્ષાઓમાં રમજાન ઇદની રજા રાખવામાં માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો