રજૂઆત:માધવપુરને કાયમી આધાર -કાર્ડ કેન્દ્ર આપવા રજૂઆત

માધવપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંસદ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઇ

પોરબંદર જિલ્લાનું માધવપુર ગામ લગભગ 25 થી 30 હજારની વસ્તી ધરાવતું મહત્વનું ગામ છે. આ ગામમાં હાલમાં કોઇ કાયમી આધારકાર્ડનું કેન્દ્ર ન હોવાથી લોકોને પોરબંદર સુધી ધક્કા ખાવા પડે છે. જેથી પોરબંદરના સાંસદ દ્વારા આ ગામને કાયમી આધારકાર્ડનું કેન્દ્ર ફાળવવા માટે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે.

પોરબંદર જીલ્લાના સાંસદ રમેશભાઇ ધડૂક દ્વારા આધારકાર્ડની મુખ્ય ઓફીસ નવી દિલ્હી ખાતે પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે કે આ જીલ્લાના માધવપુર ગામમાં નાના-મોટા વેપારીઓ, આસપાસના ખેડૂતો, વિદ્યાર્થીઓ સહીતના લોકોને આધારકાર્ડ સંબંધિત લાભો મેળવવા અને નવા આધારકાર્ડ અને આધારકાર્ડમાં સુધારા માટે કોઇ કાયમી આધાર કેન્દ્ર ન હોવાથી કાયમી ધોરણે આધારકાર્ડ કેન્દ્ર ફાળવવા ઉચ્ચ કક્ષાએ માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...