કાર્યક્રમ:વિદ્યાર્થીઓએ વ્યસન મુક્તિના શપથ લીધા

બગવદર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પારાવાડા ગામે હર ઘર વ્યસન મુક્ત સમાજ કાર્યક્રમ યોજવામાં આવ્યો

પોરબંદર જિલ્લાના પારાવાડા ગામે હર ઘર વ્યસન મુક્ત સમાજ અંતર્ગત ઠકરાર હાઇસ્કૂલ ખાતે કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં વિદ્યાર્થીઓને વ્યસન મુક્તિ માટે શપથ લીધા હતા. પોરબંદર તાલુકાના પારાવાડા ગામે શ્રી સ્વ. પી. એસ. એમ. ઠકરાર હાઇસ્કુલ ખાતે નશાબંધી પ્રસાર પ્રચાર અંતર્ગત હર ઘર વ્યસન મુક્ત સમાજ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. બરડા વિસ્તારમાં શિક્ષણ, સંસ્કાર અને ચારિત્ર્યનુ ઉત્તમ ઘડતર કરતી આ સ્કૂલ ખાતે વ્યસન મુક્ત સમાજના નિર્માણ માટે જુદી જુદી સ્પર્ધાઓનું પણ આ તકે આયોજન કરવામાં આવેલ.

જેમાં વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને વ્યસન થી થતા નુકસાન તથા જુદી જુદી કૂટેવોથી સમાજને કેવી રીતે બચાવવો તે અંગે વિચારો રજૂ કરવામાં આવેલ. આ તકે નશાબંધી ઇન્ચાર્જ સુપ્રીટેન્ડેટ પી. આર. ગોહિલએ વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓને જણાવેલ કે તમો સૌ દેશનું ભાવી છો અને તમે યુવાનીમાં વ્યસનથી મુક્ત રહેશો તેમજ સમાજને પણ વ્યસનથી દૂર રહેવા કાર્ય કરશો તો તમારું ભણતર સાર્થક ગણાશે અને વ્યસન મુક્તિ માટે તમામને આગળ આવવા અનુરોધ કરેલ.

વધુમાં તેઓએ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને વ્યસન તેમજ નશા મુક્તિ માટે શપથ લેવડાવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય એન. એમ. ડોડીયાના માર્ગદર્શન નીચે સમગ્ર સ્ટાફ વ્યસનમુક્તિ માટે સોગંદ લીધેલ હતા.

અન્ય સમાચારો પણ છે...