તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:વિદ્યાર્થીઓ ફરી ઓનલાઈન શિક્ષણના સહારે

પોરબંદર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોરબંદર જિલ્લામાં ધો. 6 થી 9માં શિક્ષણ ઓફલાઇન અંગેનો પરિપત્ર ન આવતા આચાર્યો અવઢવમાં મૂકાયા હતા
 • કોરોના ઇફેક્ટ : મોટાભાગના વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા નહીં : ધો. 9ના વિદ્યાર્થીઓ આવતા કેટલીક શાળામાં શિક્ષણ કાર્ય ચાલુ રહ્યું હતંુ

રાજ્યમાં કોરોના ફરી વકર્યો છે ત્યારે રાજ્યમા ધોરણ 1 થી 9 ના શિક્ષણ કાર્ય બંધ રાખવાનો નિર્ણય થતા પોરબંદર જિલ્લામાં આ નિર્ણયનો પરિપત્ર ન આવતા શિક્ષણ અધિકારી તેમજ શાળાના આચાર્યો અવઢવમા મુકાઈ ગયા હતા. જોકે ધો. 6 થી 9 ના મોટાભાગના વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા ન હતા. કેટલીક શાળા ખાતે શિક્ષણ કાર્ય ચાલુ રહ્યું હતું. આમ ફરી વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણનો સહારો લેશે. કોરોનાની મહામારી વચ્ચે પોરબંદર જિલ્લામાં ગતવર્ષે માર્ચ માસમા તમામ શાળાઓ બંધ રહી હતી અને વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવતા હતા. અનલોક દરમ્યાન ધીરેધીરે જનજીવન થાળે પડતા સરકારે ધો. 10 અને 12 ના વિદ્યાર્થીઓ ને પ્રત્યક્ષ શિક્ષણ માટે શાળા શરૂ કરવા નિર્ણય લેવાયો હતો.

બાદ તા. 1 ફેબ્રુઆરી 2021ના રોજ ધો. 9 અને 11 ના વિદ્યાર્થીઓ ને પ્રત્યક્ષ શિક્ષણ માટે શાળાઓ શરૂ કરવામાં આવી હતી. અને ધો. 6 થી 8 ના વિધાર્થીઓ માટે પણ તા. 18 ફેબ્રુઆરીથી શાળા શરૂ કરવામાં આવી હતી. વાલીઓના સંમતિપત્ર લેવામાં આવ્યા હતા. આમ 55 થી 60 ટકા વિદ્યાર્થીઓ ની હાજરી વચ્ચે પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ થયું હતું ત્યારે કોરોના ફરી વકર્યો છે. અન્ય જિલ્લાઓમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા ગત તા. 3 એપ્રિલના મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામા મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાને લઇ રાજ્યમાં ધો. 1 થી 9 ની તમામ શાળા તા. 5 એપ્રિલને સોમવારથી અન્ય કોઈ સૂચના કે આદેશ ન થાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.

પરંતુ પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારીએ એવું જણાવ્યું હતું કે હજુ અમને આ અંગે કોઈ પરિપત્ર આવ્યો નથી. પરિપત્ર કે લેખિતમાં સૂચના મળી જશે બાદ આચાર્યોને જાણ કરાશે. મહત્વની વાત એ છે કે શાળાના આચાર્યો પણ આ અંગે અવઢવમા મુકાઈ ગયા હતા. જોકે મોટાભાગના વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા ન હતા. ધોરણ 9 ના વિદ્યાર્થીઓ આવતા કેટલીક શાળા ખાતે શિક્ષણ કાર્ય ચાલુ રહ્યું હતું.

સાંંજે 6:30 વાગ્યે શાળાના આચાર્યોને સુચના અપાઈ
પોરબંદર જિલ્લામાં ધોરણ 6 થી 9 નું પ્રત્યક્ષ શિક્ષણ બંધ રાખવા અંગે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા શાળાના આચાર્યોને શાંજે 6:30 વાગ્યે સૂચના આપવામાં આવી છે. જેથી આજથી ધો. 6 થી 9 ની શાળા ખાતે જ્યાં સુધી સૂચના ન મળે ત્યાં સુધી પ્રત્યક્ષ શિક્ષણ બંધ રહેશે.

ધો. 6 થી 8ના કેટલા વિદ્યાર્થીઓ છે?
જિલ્લામાં ધોરણ 6 થી 8 ની 312 સરકારી શાળા અને 122 ખાનગી શાળાઓ છે. જેમાં કુલ 23974 વિદ્યાર્થીઓ નોંધાયેલ છે. જેમાંથી 55 થી 60 ટકા વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ શિક્ષણ મેળવતા હતા.

ધો. 9ના નોંધાયેલ વિદ્યાર્થીઓ
પોરબંદર જિલ્લામાં ધોરણ 9 ની કુલ 119 શાળાઓ આવેલ છે. જેમાં ધોરણ 9ના કુલ 8086 વિદ્યાર્થીઓ નોંધાયેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો