તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા રદ્દ થતાં પોરબંદરનાં વિદ્યાર્થીઓ અસમંજશમાં

પોરબંદર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્વાસ્થ્યની દ્રષ્ટિએ નિર્ણય આવકાર્ય પણ કારકિર્દી બગડશે એવો ભય

રાજય સરકાર દ્વારા ગુજરાત શૈક્ષણિક બોર્ડના ધોરણ 12 માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનું જાહેર કરી દીધું છે. જેના પગલે પોરબંદરમાંથી ધોરણ ૧ર માં વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં પરીક્ષા આપનારા 5100 જેટલા વિદ્યાર્થીઓ અજીબોગરીબ અસમંજસમાં પડી ગયા છે. ગઈકાલે આ વિદ્યાર્થીઓની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરાયાના ગણત્રીના કલાકોમાં જ પ્રધાનમંત્રીની સૂચનાથી ધોરણ 12 ના CBSE ના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરી તેમને માસ પ્રમોશન આપવાનું જાહેર કરાયું હતું.

જેને લીધે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓએ ગઈકાલે એક દેશમાં બે અલગ–અલગ વિચિત્ર પ્રણાલીઓ ચાલી રહી હોય તેવું અનુભવ્યું હતું. તો આજે બીજા દિવસે ગુજરાત સરકારે 24 કલાકમાં પોતાનો નર્ણયિ ફેરવી, તોડી ગુજરાત બોર્ડના ધોરણ ૧ર ના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવાનું જાહેર કરી દેતા 24 કલાકમાં વિદ્યાર્થીઓ નવા નર્ણયિ સાથે સુસંગત થવા મથી રહ્યા છે. ત્યારે આવા પોરબંદર જિલ્લાના વિદ્યાર્થીઓના મંતવ્યો જાણવાનો દિવ્ય ભાસ્કર દ્વારા પ્રયાસ કરાયો હતો.

વિદ્યાર્થીઓના મંતવ્યો : પ્રાઈવેટ કંપનીમાં નોકરી કેમ મેળવીશું ?
હું ધોરણ 12 આર્ટસમાં અભ્યાસ કરતો હતો. આખું વર્ષ ઓનલાઈન કલાસ એટેન્ડ કર્યા. પૂરેપૂરી મહેનત કરી હતી. કોરોનાને લીધે શાળાઓ બંધ હોવાથી ફરજિયાત ઓનલાઈન ભણવું પડયું જેમાં શિક્ષણ મેળવવા માટે વધારે મહેનત કરવી પડી તો પણ કરી અને હવે પરીક્ષા રદ કરી દેવાઈ, માસ પ્રમોશન આપી દેવાયું ત્યારે મોટો પ્રશ્ન એ છે કે પ્રાઈવેટ કંપનીમાં નોકરી મેળવતી વખતે અમે ધો.12 પાસ કરેલું નથી તે બાબતે મુશ્કેલી પડશે કે નહીં તે પ્રશ્ન સતાવી રહ્યો છે. - કશ્યપ ભટ્ટ, વિદ્યાર્થી

કેરિયર બરબાદ : માર્કશીટમાં માર્ક મુકાવા જોઈએ
મેં ધોરણ 12 કોમર્સમાં આખું વર્ષ અભ્યાસ કર્યો છે. સરકાર દ્વારા માસ પ્રમોશન આપવાનો જે નર્ણયિ કરાયો છે તે કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે લેવામાં આવ્યો છે. તે દ્રષ્ટિએ જોઈએ તો આ નિર્ણય આવકાર્ય છે. પરંતુ અમારી માર્કશીટમાં જો માસ પ્રમોશન લખવામાં આવે તો અમારું આખું કેરીયર બરબાદ થઈ જાય તેથી શિક્ષણ વિભાગે અમારી આગળની એકઝામ મુજબ રીઝલ્ટમાં માર્કસ મુકવા જોઈએ. - મેહુલ સવજાણી, વિદ્યાર્થી

સંક્રમણથી બચવા સરકારનો નિર્ણય આવકાર્ય
સરકારે વિદ્યાર્થીઓને કોરોનાના સંક્રમણથી બચાવવા જે માસ પ્રમોશનનો નર્ણયિ કર્યો છે તે ખૂબ જ આવકાર્ય છે. મેં ધોરણ 12 આર્ટસની આખું વર્ષ મહેનત કરી હતી. ઓનલાઈન કલાસ ભરી પરીક્ષાની તૈયારી કરી હતી. મને પરીક્ષા લેવાય તો પણ વાંધો ન હતો અને હવે નથી લેવાવાની તો પણ વાંધો નથી. મારે બી.એ.માં એડમીશન લેવાનું છે. મને મારી શૈક્ષણિક સંસ્થામાં એડમીશન મળી જશે. - હાર્દિક ભોગાયતા, વિદ્યાર્થી

વિદેશ ભણવા જવું મુશ્કેલ બનશે
​​​​​​​મેં ધોરણ 12 સાયન્સનું આખું વર્ષ અભ્યાસ કર્યો છે. કોરોનાની દ્રષ્ટિએ જોવા જઈએ તો પરીક્ષા રદ કરી તે નર્ણયિ વિદ્યાર્થીઓના હીતમાં છે. પરંતુ આ નર્ણયિથી વિદ્યાર્થીઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડશે તે બાબતે પણ પૂરી સ્પષ્ટતાની જરૂરીયાત છે. ખાસ કરીને પરીણામમાં માસ પ્રમોશન લખાય તેવા સંજોગોમાં જો વિદેશ ભણવા જવું હોય તો આવા પરિણામનું કોઈ મહત્વ રહે નહી તેવું પ્રથમ દ્રષ્ટિએ મારું માનવું છે. જેથી આ બાબતને ધ્યાનમાં લઈ આ અંગે યોગ્ય નીતિ જાહેર કરવાની જરૂરી છે. - પ્રિયાબેન જોષી, વિદ્યાર્થીની

​​​​​​​કોલેજમાં સંખ્યા મર્યાદિત છે ત્યારે એડમીશન મેળવવું મુશ્કેલ બનશે
​​​​​​​વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સરકારે દરકાર કરી છે તે બાબત આવકાર્ય છે. વિદ્યાર્થીઓએ આખું વર્ષ મહેનત કરી હતી. શિક્ષકોએ પણ મહેનત કરી હતી. પરિણામ દેખાડી દેવાનો સમય હતો. તેવા જ સમયે પરીક્ષા રદ કરી દેવાઈ તેનો પણ વાંધો નથી પરંતુ માસ પ્રમોશનમાં બધા જ વિદ્યાર્થીઓ પાસ થઈ જશે અને તેની સામે વિવિધ અભ્યાસક્રમ માટેની કોલેજોની સંખ્યા મર્યાદિત છે ત્યારે બધા ને જો એડમીશન મળી જાય તો સારી વાત છે બાકી એડમીશનના વાંકે ઘરે બેસવાનો વારો આવશે. - પુનિત જોષી

અન્ય સમાચારો પણ છે...