આયોજન:મહેર સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે શૈક્ષણિક લોન અપાશે

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રી માલદેવ રાણા મહેર એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે અપાતી લોનની જવાબદારી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલે સંભાળી

પોરબંદરમાં દર વર્ષે શ્રી માલદેવ રાણા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે લોન આપવામાં આવે છે, ત્યારે આ જવાબદારી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલે સંભાળી છે.

સંસ્થાના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરાએ જણાવ્યું છે કે સંત શિરોમણી માલદેવબાપુએ પ્રજ્વલિત કરેલ સમાજના શૈક્ષણિક વિકાસની જ્યોત આગળ ધપાવી મહેર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અર્થે વગર વ્યાજે શૈક્ષણિક લોન આપવાનું આયોજન છે. ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ સંસ્થાએ આ જવાબદારી સંભાળી છે. ત્યારે સંસ્થાના પ્રમુખ સહિતના હોદ્દેદારોના માર્ગદર્શન હેઠળ એક શૈક્ષણિક લોન સમિતિની રચના કરવામાં આવી છે.

મહેર સમાજમાં ધોરણ ૧૨ પછી ભારત દેશમાં ઉચ્ચ અભ્યાસ ઇચ્છુક વિદ્યાર્થી ભાઈ-બહેનોને તેમના શૈક્ષણિક મેરીટ તેમજ તેમની મર્યાદિત આવકના માપદંડને ધ્યાને લઇ શૈક્ષણિક લોન સમિતિ દ્વારા તમામ પાસાઓને ધ્યાને લઇ વિદ્યાર્થીઓને વ્યાજ મુક્ત લોન આપવાનું આયોજન છે. આ શૈક્ષણિક લોન ફોર્મ વિતરણ શરૂ કરાયું છે. શૈક્ષણિક લોન ફોર્મ વિતરણ સંસ્થાના કાર્યાલય પર શરૂ છે. અને આગામી તારીખ ૩૧, ૭ સુધી ફ્રોમ જમા કરાવવાનું રહેશે તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...