કન્યાઓને અભિનંદન:પોરબંદર જિલ્લામાં કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલયની છાત્રાઓએ ખેલમહાકુંભમાં મેદાન માર્યું

પોરબંદર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કક્ષાની ખો- ખો , કબડ્ડી, એથ્લેટીક્સ, બરછી ફેંક, દોડ સહિતની સ્પર્ધા યોજાઇ

પોરબંદર જિલ્લામાં જિલ્લા કક્ષાએ યોજાઇ રહેલા ખેલમહાકુંભમા કસ્તુરબા ગાંધી બાલીકા વિધાલયની વિધાર્થિનીઓ જુદી-જુદી સ્પર્ધામા વિજેતા બની છે. ખેલ મહાકુંભમા કસ્તુરબા ગાંધી બાલીકા વિધાલયની 145 વિદ્યાર્થીનીઓએ જુદી-જુદી સ્પર્ધાઓમા ભાગ લીધો છે. જેમા જિલ્લાકક્ષાએ યોજાઇ રહેલા વિવિધ રમતો પૈકી ખો-ખો સ્પર્ધામા, જિલ્લા કક્ષા ખેલ મહાકુંભમાં કબડ્ડી સ્પર્ધમાં આ વિદ્યાલયની મહિયારી અંડર 14 બહેનો પ્રથમ નંબર મેળવ્યો છે.

અંડર 17 માં કન્યાઓએ પ્રથમ નંબર મેળવ્યો છે. તેમજ એથ્લેન્ટીક્સ સ્પર્ધામાં બરછી ફેંક અંડર 17 માં દ્વિતીય અને તૃતીય નંબર, અંડર 14 માં 100 મીટર દોડમાં તૃતીય નંબર, લંગડી ફાડકુદ અંડર 14 માં તૃતીય નંબર, વોલીબોલ અંડર 14 માં તૃતીય નંબર, યોગાસન વ્યક્તિગત અંડર 17 માં દ્વિતીય નંબર, કબ્બડ્ડી માં પ્રથમ નંબર મેળવેલ છે.

કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલય ખંભાળામાં ખેલમહાકુંભ જિલ્લા કક્ષાએ ખો ખો અંડર 17 માં પ્રથમ, અંડર 14 માં તૃતીય, કબડ્ડી ઓપન એઈજ ગ્રુપ માં દ્વિતીય, રસ્સાં ખેંચ અંડર 17માં તૃતીય, એથલેટિક્સ અંડર 17મા ચક્રફેક માં દ્વિતીય અને તૃતીય, 800 મી દોડમાં તૃતીય, 400 મી દોડ માં દ્વિતીય નંબર, કુસ્તી માં દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ છે.

આ તકે જિલ્લા શિક્ષણાધિકારી કે. ડી. કણસાગરા તથા વૈશાલીબેન પટેલ, જિલ્લા ગર્લ્સ એજ્યુકેશને સમગ્ર શિક્ષાએ વિજેતા તમામ કન્યાઓને અભિનંદન પાઠવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...