માર્કશીટ નથી અપાઈ:પોરબંદરની એમ.ડી સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓ એક વર્ષથી માર્કશીટથી વંચિત

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એનએસયુઆઇની રજૂઆત : યુનિવર્સિટી દ્વારા હજુ સુધી માર્કશીટ નથી અપાઈ : કોલેજ પ્રિન્સિપાલ

પોરબંદરની એમ.ડી સાયન્સ કોલેજમા વિદ્યાર્થીઓ એક વર્ષથી માર્કશીટ ન અપાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમા મુકાયા છે. બીજી બાજુ માર્કશીટ યુનિવર્સિટી દ્વારા હજુ સુધી નથી અપાઈ હોવાનું કોલેજના પ્રિન્સિપાલ જણાવી રહ્યા છે. પોરબંદરની સાયન્સ કોલેજમા આજુબાજુના ગામડા તાલુકામાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય છે. આ કોલેજમા ઘણા વિધાર્થીઓ અભ્યાસ કરે છે.

વર્ષ 2020-2021 મા અને વર્ષ 2021-2022 મા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની સત્રની પરિક્ષા આપેલી હોય તે પરિક્ષાઓના પરિણામો તો ઓનલાઇન અપાઈ ગયા છે. પરંતુ એક વર્ષ કરતા પણ વધુ સમય પસાર થઇ ગયો હોવા છતા હાલ 2022 મા જે વિદ્યાર્થીઓ ત્રીજા વર્ષમાં પહોંચી ગયા છે. તેમની પાછળના વર્ષના 2020-2021 ના વર્ષની હજુ સુધી યુનિવર્સિટી દ્વારા માર્કશીટ અપાયા નથી.

જ્યારે કોલેજના સત્રના ફીની વાત હોય છે ત્યારે કોલેજ અને યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પાસે તુરંત પૂરેપૂરી ફી ઉઘરાવી લેતા હોય છે, વિદ્યાર્થી માત્ર એક દિવસ પણ ફી ભરવાના મોડા પહોંચે છે, તો આ યુનિવર્સિટી અને કોલેજ તેમની પાસે દંડ ફટકારે છે. અને ડબલ ફી વસુલવામા આવે છે, તો વિદ્યાર્થીઓને છેલ્લા 1 વર્ષ કરતા વધુ સમય બાદ પણ માર્કશીટ આપવામા આવી ન હોવા અંગે ગુજરાત એન એસ યુ આઇ મહામંત્રી કિશન રાઠોડને વિદ્યાર્થીઓ દ્વારા જાણ કરતા તુરંત કોલેજ ખાતે દોડી ગયા હતા, ત્યા પ્રિન્સિપાલ પાસે રજૂઆત માટે પહોંચ્યા હતા.

માર્કશીટ અને જનરલ બાબતે વાત કરી હતી તો કહેવાયુ હતું કે યુનિવર્સિટી દ્વારા જ અમોને માર્કશીટ આપવામા નથી. ત્યારે NSUI દ્વારા યુનિવર્સિટીના રજીસ્ટાર સાથે ફોન પર વાતચીત કરતા કહેવાયુ હતું કે હજુ માર્કશીટ પ્રિન્ટ નહિ થઇ પરંતુ થોડા દિવસમા તમામ વિદ્યાર્થીઓને તેમની માર્કશીટ આપી દેવામાં આવશે. આમ વિદ્યાર્થીઓને હજુ માર્કે સીટ ન અપાય હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...