નારાજગી:પોરબંદર જિલ્લાના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળી નથી

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છાત્રોને તાકીદે સ્કોલરશીપ મળી રહે તેવી વ્યવસ્થા કરવા ABVP દ્વારા રજુઆત કરાઈ

પોરબંદર જિલ્લામાં શૈક્ષણિક વર્ષ 2021-22 દરમ્યાન આર્થિક રીતે પછાતવર્ગ, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઘણા બધા વિદ્યાર્થીઓ કે જેમણે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશીપ માટેના ફોર્મ ભરેલા હોય અને ફોર્મ કોઈપણ ક્વેરી વગર વેરીફાઈ પણ થઇ ગયેલ હોય તેમ છતાં અનેક વિદ્યાર્થીઓની સ્કોલરશીપ આવેલ નથી અથવા પૂરી સ્કોલરશીપ આવેલ નથી તેવી રજૂઆત વિદ્યાર્થીઓ દ્વારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને કરવામાં આવી છે.

આવા વિદ્યાર્થીઓ કે જેઓ સ્કોલરશીપથી વંચિત રહી ગયા હોય તેઓને અભ્યાસ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને આવા વિદ્યાર્થીઓ જ્યારે કચેરીનો સંપર્ક કરે છે ત્યારે તેઓને સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી. સ્કોલરશીપ સમયસર ના આવવાના કારણે વિદ્યાર્થીઓમાં નારાજગી અને હતાશા વ્યાપી છે.

જેથી આવા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી તાત્કાલિક જે વિદ્યાર્થીઓએ પોર્ટલ પર સ્કોલરશીપ માટેના ફોર્મ ભરેલા હોય અને ફોર્મ કોઈ ક્વેરી વગર વેરીફાઈ પણ થઇ ગયેલ હોય તેવા છાત્રોને તાત્કાલિક પૂરી સ્કોલરશીપ મળી રહે તેવી વ્યવસ્થા કરવા રજુઆત કરી છે અને જો દિવસ 10મા આ વિદ્યાર્થીઓના પ્રશ્નનું નિરાકરણ કરવામાં નહિ આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રચનાત્મક કાર્યક્રમો કચેરી ખાતે કરવામાં આવશે તેવી ચીમકી પાઠવી સમાજ કલ્યાણ કચેરી તથા અનુજાતી કલ્યાણ કચેરીના અધિકારી સમક્ષ રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...