ફી માફીની માંગણી:શાળાઓમાં 25 ટકા ફી માફી કરવા વિદ્યાર્થી સંગઠનની માંગ

પોરબંદર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરીપત્ર ન કરવાથી શાળાઓએ 100 ફી વસુલવાનું શરૂ કર્યું

પોરબંદર શહેરના વિદ્યાર્થી સંગઠનએ શિક્ષણમંત્રીને પત્ર લખીને જણાવેલ છે કે કોરોનાના કારણે એક વર્ષથી વધુ સમયથી શૈક્ષણિક કાર્ય બંધ હોવાથી આ વર્ષે પણ 25 ટકા ફી માફીનો પરિપત્ર કરવા રજૂઆત કરેલ છે.

કોરોનાના કારણે શાળા-કોલેજો વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા જતા ન હોવાથી શાળાઓને જે ખર્ચ થતો તેમાં ઘટાડો થયો છે. ફીની બાબતે વિરોધ ઉઠતા તે વખતના તત્કાલીન શિક્ષણમંત્રીએ 25 ટકા ફી માફીની જાહેરાત કરી હતી અને તેનો પરિપત્ર પણ જાહેર કરાયો હતો અને એવું પણ જણાવેલ હતું કે 25 ટકા ફી માફી અંગે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી અમલાવારી ચાલુ જ રહેશે. ગત વર્ષની જેમ પૂર્વ શિક્ષણમંત્રીએ ચાલુ વર્ષે પણ શાળાઓમાં 25 ટકા ફી માફીની બે મહિના પહેલા જાહેરાત કરી હતી.

પરંતુ જાહેરાત બાદ સરકાર દ્વારા ફી માફી અંગે કોઇ પરિપત્ર ન કરવામાં આવતા શાળા સંચાલકોએ 100 ટકા ફી વસુલવાનું શરૂ કરી દીધુ છે. જે અંગે સરકાર સત્વરે 25 ટકા ફી માફીનો પરિપત્ર કરે તેવી વિદ્યાર્થી સંગઠને માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...