અંધારપટ્ટ:પોરબંદરનાં ગોપનાથ પ્લોટમાં એક માસથી સ્ટ્રીટલાઈટ બંધ

પોરબંદર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંધારપટ્ટ છવાતા સ્થાનિક લોકોને પડતી હાલાકી

પોરબંદરના ગોપનાથ પ્લોટ શેરી નં. 2મા છેલ્લા 1 માસથી સ્ટ્રીટલાઈટો બંધ હોવાથી સ્થાનિકોને હાલાકી વેઠવી પડી રહી છે. પોરબંદરના વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટ બંધ હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આવા વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટ બંધ હોવાથી અંધારપટ્ટ છવાઈ જતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે શહેરના ગોપનાથ પ્લોટ શેરી નં.2 મા રહેતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે છેલ્લા 1 માસથી પણ વધુના સમયથી આ વિસ્તારમાં સ્ટ્રીટલાઈટો બંધ છે. જેથી અંધારપટ્ટ છવાઈ જાય છે.

આ વિસ્તારમાં રહેણાંક મકાનો તેમજ એડવોકેટો ની ઓફિસો અને અન્ય વ્યવસાયની દુકાનો પણ આવેલી છે. આ વિસ્તારમાં રખડતા પશુઓ નો પણ ત્રાસ જોવા મળે છે. સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે, સ્ટ્રીટલાઈટ બંધ હોવાથી અંધારપટ્ટ છવાઈ જતા ઘરની બહાર નીકળતા અને આવતા ડર લાગે છે. અંધારપટ્ટના કારણે અકસ્માતનો ભય લાગે છે. જેથી આ વિસ્તારમા તાકીદે સ્ટ્રીટલાઈટોનું સમારકામ કરી આ વિસ્તારને ઝળહળતો કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...