કલેકટરને રજૂઆત:જિલ્લામાં જાહેરનામાના ભંગ બદલ વ્હાલા દવલાની નીતિ બંધ કરો : કોંગ્રેસ

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ દ્વારા યોજાયેલ કાર્યક્રમ બદલ આગેવાનો સામે ગુનો નોંધો

જિલ્લામાં જાહેરનામાના ભંગ બદલ વ્હાલા દવલાની નીતિ બંધ કરી ભાજપ દ્વારા યોજાયેલ કાર્યક્રમ બદલ આગેવાનો સામે ગુન્હો નોંધો તેવી કોંગ્રેસ દ્વારા કલેકટરને રજુઆત કરાઈ છે. પોરબંદર જિલ્લા પ્રમુખ નાથાભાઇ ઓડેદરાએ જિલ્લા કલેકટરને રજુઆત કરી જણાવ્યું હતું કે, જિલ્લામાં જાહેરનામાના ભંગ બદલ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ગઈકાલે પાલિકા ખાતે ધરણા કરવામાં આવતા પોલીસે કોંગ્રેસના આગેવાનો સામે જાહેરનામા ભંગ નો ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી.

પરંતુ તાજેતરમાં ભાજપના આગેવાનો દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમા ભાજપ દ્વારા વડાપ્રધાન મોદીના 7 વર્ષ પૂર્ણ થતાં કાર્યાલય ખાતે 45 જેટલા લોકોને એકત્ર કરી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પણ જાહેરનામાનો ભંગ થયો હતો અને બાદ સિવિલ હોસ્પિટલ ખાતે વેન્ટિલેટર અને બાયપેપ મશીન અર્પણ કાર્યક્રમમાં પણ 20 જેટલા લોકો એકત્ર થયા હતા અને સામાજિક અંતર જળવાયું ન હતું જેમાં કલેકટર સહિતના અધિકારી પદાધિકારી ઉપસ્થિત હતા.

અગાવ પણ ભાજપ દ્વારા ચોપાટી ખાતે ખાતમુહૂર્ત અને એમ્બ્યુલન્સ લોકાર્પણ આયોજનમાં જાહેરનામાનો ભંગ થયો હતો આમછતાં ભાજપના આગેવાનો સામે કાર્યવાહી કરી નથી. કોંગ્રેસ દ્વારા પશુઓને સુવિધા આપવાની માંગ સાથે ધરણા કરવામાં આવતા પોલીસે કાર્યવાહી કરી હતી તો ભાજપના આગેવાનો સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસે કરી છે. વધુમાં જણાવ્યું હતું કે કાયદો સમાન હોવો જોઈએ. આમ જનતા સામે કાર્યવાહી કરવામાં આવે છે. વ્હાલા દવલાની નીતિ બંધ કરવી જોઈએ તેવું પણ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...