તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:ફી મુદ્દે વાલીઓને ફૂટબોલની જેમ પરેશાન કરવાનું બંધ કરો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • NSUI દ્વારા શિક્ષણ અધિકારીને 'ફૂટબોલ' ભેટ આપી, મોં પર પટ્ટી બાંધી રજુઆત કરી

ફી મુદ્દે વાલીઓને ફૂટબોલની જેમ પરેશાન કરવાનું બંધ કરોની માંગ સાથે જિલ્લા NSUIના કાર્યકરોએ શિક્ષણ અધિકારીને 'ફૂટબોલ' ભેટ આપી, મોં પર પટ્ટી બાંધી અધિકારી સામે લખાણ કરી ઉગ્ર રજુઆત કરી છે.હાલ નવા સત્રની શરૂઆત થઇ ગઇ છે, હજુ કોરોનામાંથી રાજ્ય બહાર આવ્યું નથી છતા પણ ખાનગી શાળાઓ દ્વારા ફી ઉઘરાણા ચાલુ કરી દેવાયા છે. શાળાઓ હજુ ખુલી નથી છતા પણ વાલીઓને કોઇ પણ બહાને શાળાએ બોલાવી ત્રણ કે છ માસની ફી ઉઘરાણી કરવામાં આવી રહી છે.

આ બાબતે પોરબંદર NSUI એ જિલ્લા શિક્ષણ અધિકારી રજૂઆત કરતા શિક્ષણ અધિકારી કચેરીએથી પરિપત્ર પણ તમામ શાળાઓમાં જાહેર કરાયો હતો, જેમા સ્પષ્ટ કર્યું હતું કે કોઇ પણ વાલી પર ફી ને લઇને દબાણ કરવામાં આવે નહિ, કોઇ પણ વિદ્યાર્થીઓ નું પરિણામ કે એલસી રોકવામા આવે નહિ પરંતુ પોરબંદરમા હજુ પણ વાલીઓ ફી બાબતે પરેશાન થાય છે અને એલસી કઢાવવા માટે તકલીફો વેઠી રહ્યા છે જેથી જિલ્લા NSUI દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે નવતર કાર્યક્રમ કરાયો હતો.

જેમા NSUI ના તમામ સભ્યોએ મોઢા પર પટ્ટી બાંધી શિક્ષણ અધિકારીને લેખિત કર્યું હતું કે અમે વિધાર્થીઓ માટે અવાજ ઉઠાવીએ છીએ, રાડો પાડવા માટે નહિ. વાલીઓની સ્થિતિ ફૂટબોલ જેવી કરી દીધી છે. વાલીઓ આ બાજુ ના નથી રહ્યા કે નથી પહેલી બાજુના રહ્યા જેથી પોરબંદર જિલ્લા NSUI એ શિક્ષણ અધિકારીને ફૂટબોલ ભેટમાં આપ્યો હતો. જિલ્લા પ્રમુખ કિશન રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે, અધિકારીએ પરિપત્ર કર્યા છતા અમલવારી કરવામાં ન આવતા વાલીઓ પરેશાન થાય છે. સરકાર પાસે 50 ટકા ફીની માગણી પણ જિલ્લા NSUI એ કરી હતી. આગામી દિવસોમાં વધુ ઉગ્ર કાર્યક્રમો વાલીઓને સાથે રાખીને કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...