તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિન:જિલ્લામાં સુપરસ્પ્રેડરને વેક્સિન આપવાનું બંધ

પોરબંદર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હેલ્થ કેર વર્કર, ફ્રન્ટલાઈન વર્કરોના નવા રજીસ્ટ્રેશન બંધ કરાયા : હવે માત્ર 45 વર્ષથી વધુ વયના તમામ વ્યક્તિઓને વેક્સિન આપવાની કામગીરી ચાલુ

પોરબંદર જિલ્લામાં કોરોના સામે રક્ષણ આપતી વેકશીનની કામગીરી વેગવંતી બનાવી છે ત્યારે સુપરસ્પ્રેડરને વેકશીન આપવાનું બંધ કરાયું છે તેમજ હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટલાઈન વર્કરોના નવા રજીસ્ટ્રેશન તાત્કાલિક અસરથી બંધ કરાયા છે. હવે માત્ર 45 વર્ષની ઉપરના તમામ વ્યક્તિઓને વેકશીન આપવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.કોરોના મહામારી વચ્ચે કોરોના સામે રક્ષણ આપતી કોરોના પ્રતિરોધક વેકશીન આપવાની કામગીરી પોરબંદર જિલ્લામાં તારીખ 16 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી છે.

સમયાંતરે વેકશીન આપવાની કામગીરી વેગવંતી બનાવી જિલ્લામાં મેગા વેકશીન કેમ્પની વ્યવસ્થામાં આરોગ્ય શાખાના અધિકારી, કર્મી ઉપરાંત પ્રાંત અધિકારી, ડીડીઓ, મામલતદાર, ટીડીઓ, ચીફ ઓફિસર સહિત પાલિકાનો સ્ટાફ, પોલીસ, આંકડા અધિકારી, ખેતીવાડી શાખાના કેટલાક કર્મીઓ તલાટી મંત્રી સહિતનો સ્ટાફ આ મેગા વેકશીન ઝુંબેશમાં જોડાયા છે. જિલ્લામાં વિવિધ સ્થળોએ 90થી વધુ વેકશીન કેન્દ્ર ખાતે વેકશીન આપવામાં આવી રહી છે. જેમાં વિવિધ જ્ઞાતિની વાડીઓ ખાતે પણ વેકશીન કેન્દ્ર ખાતે વેકશીન આપવામાં આવી રહી છે.

કોર્ટના તમામ ન્યાયાધીશ, તાજેતરમાં કોર્ટનો સ્ટાફ, પીજીવીસીએલ કર્મીઓ, પોસ્ટ ઓફિસના કર્મી, રેલવે કર્મી, એસટી કર્મીઓને વેકશીન આપવાનો શરૂઆત કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત લોકો સાથે સતત સંપર્કમાં આવતા સુપર સ્પ્રેડરોને પણ વેકશીન આપવામાં આવી રહી હતી. તા. 1 થી 3 સુધી સુપર સ્પ્રેડર જેવાકે શાકભાજીવાળા, ફ્રૂટ વેચનાર, દૂધ દેવા જનાર વ્યક્તિઓ, રીક્ષા ચાલકો, મેડિકલ સ્ટોર વાળા, સસ્તા અનાજના દુકાનદારો અને મધ્યાહન ભોજન વાળા વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં જિલ્લામાં 95000 વેકશીનના ડોઝ અપાઈ ચુક્યા છે.

જેમાં 82983 વેકશીનના પ્રથમ ડોઝ અને 11 હજારથી વધુ લોકોને બીજો ડોઝ અપાયો છે. ત્યારે ગઈકાલે એટલેકે રવિવારથી સુપર સ્પ્રેડર વ્યક્તિઓને વેકશીન આપવાનું બંધ કરવામાં આવ્યું છે તેમજ હેલ્થ કેર વર્કરો અને ફ્રન્ટલાઈન વર્કરોને વેકશીન મુકાવા માટે નવા રજીસ્ટ્રેશન તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે. હાલ જિલ્લામાં વિવિધ વેકશીન કેન્દ્રો ખાતે માત્ર 45 વર્ષથી વધુની વય ધરાવતા વ્યક્તિઓને વેકશીન આપવાની કામગીરી કરવામાં આવી રહી છે.

કેન્દ્રના હેલ્થ અને પરિવાર કલ્યાણ વિભાગની સૂચના આવી : પ્રાંત અધિકારી
છેલ્લા ત્રણ દિવસથી સુપર સ્પ્રેડર વ્યક્તિઓને મેગા વેકશીન કેમ્પમા વેકશીન આપવામાં આવતી હતી પરંતુ શનિવારે રાત્રે કેન્દ્રના હેલ્થ અને પરિવાર કલ્યાણ વિભાગની સૂચના આવી છે. જે સૂચના મુજબ સુપર સ્પ્રેડર વ્યક્તિઓને વેકશીન આપવાનું બંધ કર્યું છે તેમજ હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટલાઈન વર્કરના નવા રજીસ્ટ્રેશન પણ તાત્કાલિક અસરથી સૂચના મુજબ બંધ કર્યા છે. હાલ જ્યાં સુધી નવી સૂચના ન આવે ત્યાં સુધી 45 વર્ષથી વધુ વય ધરાવનાર લોકોને વેકશીન આપવાની કામગીરી કરવામાં આવશે. > કે.વી.બાટી, પ્રાંત અધિકારી, પોરબંદર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો