તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:ધો.12 સામાન્ય પ્રવાહના ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરાઇ

પોરબંદર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બોર્ડની વેબસાઇટ પરથી વિદ્યાર્થીઓ 12 માર્ચ સુધી ફોર્મ ભરી શકશે

પોરબંદર જિલ્લા માં ધોરણ 12 સામાન્ય પ્રવાહ ના ફોર્મ ભરવાની કામગીરી શરુ થઇ છે. ગાંધીનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ખાતે નોંધાયેલ પોરબંદર જિલ્લાની તમામ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમ ધરાવતી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલકો, આચાર્ય, શિક્ષકો , વહીવટી કર્મચારીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને બોર્ડ દ્વારા યાદી પાઠવવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે, ધોરણ-12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાના વર્ષ-2021ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ઓનલાઇન તારીખ 12 માર્ચના રોજ રાત્રીના 12 કલાક સુધી બોર્ડની વેબસાઇટ પરથી ભરી શકાશે.

તમામ સંબંધિતોએ નોંધ લઇ સમય મર્યાદામાં આવેદનપત્રો ભરવા જણાવવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લા ના ધો-12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ. ઉં,ઉ. બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાના તમામ નિયમિત તથા રીપીટર વિદ્યાર્થીઓના આવેદનપત્રો ફરજીયાત ઓનલાઇન ભરવાના રહેશે. જેની જરૂરી વિગતો બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે તેવું શિક્ષણ નિરીક્ષક સંદીપ સોનીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો