ધો. 12 સાયન્સમાં બોર્ડમા જિલ્લાનું 68.56 ટકા પરિણામ આવ્યું છે. પોરબંદર જિલ્લામાં A1 મા એકપણ વિદ્યાર્થી આવ્યો નથી. જિલ્લાના કુલ 353 વિદ્યાર્થી માંથી 242 પાસ થયા છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ એપ્રિલમા યોજાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે જેમાં પોરબંદર જિલ્લાનું ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું 68.56 ટકા પરિણામ આવ્યું છે.
પોરબંદર જિલ્લામાં ધો. 12 સાયન્સની બોર્ડની પરીક્ષામાં કુલ 354 વિદ્યાર્થી નોંધાયા હતા જેમાં 1 વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો અને 353 વિદ્યાર્થીએ હાજર રહી પરીક્ષા આપી હતી. જેમાંથી 242 વિદ્યાર્થી પાસ થયા છે અને જિલ્લાનું કુલ 68.56 ટકા પરિણામ આવ્યું છે. મહત્વની વાત એ છેકે, A1 ગ્રેડમાં એકપણ વિદ્યાર્થીનો સમાવેશ થયો નથી. ઉલ્લેખનીય છેકે આ વખતે પણ કોરોના સમય દરમ્યાન શાળાઓ બંધ અને શરૂ થઈ હતી જેને પરિણામે વિદ્યાર્થીઓએ ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણ મેળવ્યું હતું.
અભ્યાસક્રમ વાંચવા કરતા સમજવામાં ધ્યાન આપો - ચિરાગ
A2 ગ્રેડમાં સમાવેશ થયેલ ચિરાગ કરશનભાઇ વાઢીયાએ જણાવ્યું હતુંકે તે દિવસમાં 4 થી 5 કલાક અભ્યાસમાં ધ્યાન આપતો હતો અને ખાસ તો અભ્યાસક્રમને સમજવામાં બહાર મુક્યો હતો. તેને જણાવ્યું હતુ કે, જો વિષયને સમજવો હોય તો જ સાયન્સ રાખવું જોઈએ. ગોખણપટ્ટી અને યાદ રાખવું અઘરું પડે. જેથી વિષયને સમજવામાં આવે તો જ સાયન્સ સહેલું પડે છે. ચિરાગને એન્જીનીયર બનવાનું સપનું છે.
કેટલા છાત્રો નિડ ઈમ્પ્રુવમેન્ટ થયા - પોરબંદર જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં કુલ 353 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી જેમાંથી કુલ 242 વિદ્યાર્થી પાસ થયા છે અને 112 વિદ્યાર્થી નિડ ઈમ્પ્રુવમેન્ટ થયા છે.
છૂટક મજૂરીકામ કરનાર માતાનો પુત્ર ઝળકયો
સામાન્ય રીતે લોકો એવું માનતા હોય છેકે, ખાનગી શાળામાં જ બાળક ઉચ્ચ અભ્યાસ કરી સારા ક્રમાંક મેળવી શકે પરંતુ પોરબંદરમાં રહેતો ચિરાગ કરશનભાઇ વાઢીયાએ ગ્રાન્ટેડ શાળા નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરી ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં A2 ગ્રેડમાં 529 માર્ક્સ સાથે પાસ થયો છે. આ વિદ્યાર્થી જ્યારે 5 વર્ષનો હતો ત્યારે તેના પિતાનું નિધન થયું હતું અને માતા સુંદરબેને દીકરાને છૂટક મજૂરી કરી અભ્યાસ કરાવ્યો છે. આ વિદ્યાર્થીની બહેન નયનાબેને પણ ભાઈના અભ્યાસમાં સપોર્ટ કર્યો હોવાનું ચિરાગે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.