વેક્સિન:જિલ્લામાં આજથી 15 થી 18 વર્ષનાને વેક્સિન આપવાનો પ્રારંભ

પોરબંદર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ દિવસે 32 સ્થળોએ 5693 કિશોરોને વેક્સિન આપવાનું આયોજન કરાયું, 17 હજાર ડોઝનો જથ્થો આવ્યો, ઓળખનો પુરાવો સાથે રાખવો

સરકાર દ્વારા આગામી 3 જાન્યુઆરીથી કોરોના સામે રક્ષણ આપતી રસી 15 થી 18 વર્ષની વયના કિશોર કિશોરીઓને આપવાનો નિર્ણય લેવાયો છે ત્યારે પોરબંદર જિલ્લામાં પણ આવા બાળકોને કોરોના રસી આપવાની તૈયારી શરૂ કરી હતી. આજે તા. 3 જાન્યુઆરીના પોરબંદર જિલ્લામાં આરોગ્ય વિભાગ તંત્ર દ્વારા જિલ્લામાં 32 સ્થળોએ વેકશીન આપવામાં આવશે જેમાં પ્રથમ દિવસે 32 સ્થળે 5693 કિશોર કિશોરીઓને વેકશીન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લામાં શાળાઓ, આઈટીઆઈ, પોલીટેક્નિકના છાત્રો તેમજ શાળાએ અભ્યાસ ન કરતા હોય તેવા સહિત 15 થી 18 વર્ષના કુલ 28606 કિશોર કિશોરીઓ નોંધાયા છે અને આગામી 7 જાન્યુઆરી સુધીમાં આ તમામ બાળકોને કોરોના રસી આપી દેવાનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી આ બાળકોને વેકશીન આપવામાં આવશે જેમાં કિશોરોએ પોર્ટલ પર ઓનસાઈટ જ રજીસ્ટ્રેશન કરી શકશે. કિશોરોએ આધારકાર્ડ અથવા ઓળખનો પુરાવો સાથે રાખવાનો રહેશે. હાલ સરકાર દ્વારા પોરબંદર જિલ્લામાં કિશોર કિશોરીઓને વેકશીન માટે 17 હજાર કો વેકશીનનો ડોઝનો જથ્થો ફળવ્યો છે.

તંત્રની અપીલ - જિલ્લામાં 15 થી 18 વર્ષનાને કોરોના રસી આપવાનો પ્રારંભ થશે જેથી કોઈપણ કિશોર અથવા કિશોરીએ ભય રાખ્યા વગર ગભરાયા વગર રસી લે તેવું ઇન્ચાર્જ ડીડીઓ એસ. ડી. ધાનાણીએ અપીલ કરી છે.

વાલીઓની સંમતિની જરૂર નહિ પડે - ઇન્ચાર્જ ડીડીઓ ધાનાણીએ જણાવ્યું હતું કે, 2007 અને એ પહેલાના જન્મેલા કિશોર અને કિશોરીઓને વેકશીન મળશે. વેકશીન લેવા માટે કિશોરોના વાલીઓની સંમતિની જરૂર નથી.

પોર્ટલ પર સ્પેશિયલ સેશનમાં શિક્ષકોનો મોબાઈલ નંબર ચાલશે -ઇન્ચાર્જ ડીડીઓએ જણાવ્યું કે પોર્ટલ પર રજિસ્ટ્રેશન માટે શિક્ષકોનો મોબાઈલ નંબર પણ ચાલશે. આમ તો એક મોબાઈલ નંબર 4 વખત ચાલે પરંતુ કિશોરો માટે શિક્ષકોના મોબાઈલ નંબર માટે સ્પેશિયલ સેશન પોર્ટલ પર ક્રિએટ થશે જે મુજબ એક શિક્ષકનો મોબાઈલ નંબર પરથી વધુ કિશોર કિશોરીઓનું રજિસ્ટ્રેશન થઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...