તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાળાઓ શરૂ:પોરબંદર જિલ્લામાં ધોરણ 9 અને 11 ની શાળા શરૂ

પોરબંદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો, કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે વર્ગો જીવિત થયા

પોરબંદર જિલ્લામાં ધોરણ 9 અને 11 ની શાળાઓ ખુલતા આજે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.પોરબંદરમાં કોરોનાની મહામારી વચ્ચે વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને લઈને શાળાઓ બંધ રાખવામાં આવી છે. લાંબા સમયના કોરોના વેકેશન બાદ સરકારે ધોરણ 10 અને 12 ની શાળા ખોલવા છૂટ આપી હતી અને વિદ્યાર્થીઓના વાલીઓની આ બાબતે સંમતિ લેવામાં આવી હતી. તા. 11 જાન્યુઆરીના રોજ પોરબંદર જિલ્લાની ધોરણ 10 અને 12ની શાળા ખુલતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

બાદ સરકારે ધોરણ 9 અને 11 ની શાળાઓ ખોલવા છૂટ આપતા પોરબંદર જિલ્લામાં 1 ફેબ્રુઆરીથી શાળા ખુલી હતી. વિદ્યાર્થીઓના વાલીઓએ સંમતિ આપતા ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓ ઉત્સાહ ભેર શાળાએ પહોંચ્યા હતા. ઘરે રહીને ઓનલાઈન શિક્ષણ મેળવ્યા બાદ આજે શાળાના વર્ગોમાં શિક્ષણ કાર્ય શરૂ થયું છે.

પોરબંદર જિલ્લામાં ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓનું શેક્ષણિક કાર્ય શરૂ થતા કોરોના અંગેની ગાઈડલાઈનના પાલન માટે વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. ત્યારે વિદ્યાર્થીઓએ સામાજિક અંતર જાળવી અને માસ્ક પહેરી વર્ગોમાં બેસી અભ્યાસ શરુ કર્યો છે.

ધોરણ 9
જિલ્લાની ધોરણ 9 અને 11 ની 128 શાળા આવેલી છે જેમાં ધોરણ 9 મા નોંધાયેલ 7679 વિદ્યાર્થીઓ માંથી 2240 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જ્યારે 5239 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

ધોરણ 11
જિલ્લામા ધોરણ 11 ની 128 શાળા ખાતે ધોરણ 11 ના 3794 નોંધાયેલ વિદ્યાર્થીઓમાંથી પ્રથમ દિવસે 1015 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જ્યારે 2779 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

ગાઈડલાઈનનું પાલન માટે ચકાસણી કરાશે
ધોરણ 9 અને 11 ની શાળાના વર્ગો આજથી શરૂ થયા છે. કોરોના અંગેની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તે માટે આચાર્યોને સૂચના આપી છે. દરેક શાળા ખાતે ચકાસણી થશે અને મોનીટરીંગ કરવામાં આવશે. આકસ્મિક મુલાકાત પણ લેવામાં આવશે. - સંદીપ સોની, શિક્ષણ નિરીક્ષક

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો