કામગીરી:પોરબંદર જિલ્લામાં ન્યુમોનિયા અટકાવવા રસી આપવાનું શરૂ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ કેન્દ્રો ખાતે બાળકોને રસી અપાઇ

પોરબંદર જિલ્લામાં બાળકોને ઘાતક ન્યુમોનિયા અટકાવવા માટેની અકસીર રસી આપવાની કામગીરી શરૂ કરાઇ છે. જિલ્લામાં 1000 રસીના ડોઝ આવ્યા છે. પોરબંદર જિલ્લામા ગઈકાલે તા. 20/10થી ન્યુમોનિયા માટેની અકસીર ન્યુમોકોકલ વેકશીન બાળકોને આપવાની કામગીરી શરૂ કરાઇ છે. પોરબંદર જિલ્લામાં 1000 જેટલા ડોઝનો જથ્થો ફાળવવામાં આવ્યો છે.

દરેક પીએચસી સેન્ટર ખાતે ડોઝ આપવામાં આવશે. કોરોનામાં ન્યુમોનિયા થતો હોય છે ત્યારે આ ઘાતક ન્યુમોનિયા માટેની રસી બાળકોને આપવા માટે સરકારે પહેલી વખત આયોજન કર્યું છે. ખાનગી ક્ષેત્રમાં આ રસી રૂ. 1500થી 2000મા આપવામાં આવે છે ત્યારે સરકાર દ્વારા બાળકોને આ રસી વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. દોઢ માસે બાળકને પ્રથમ ડોઝ, 3.5 માસે બાળકને બીજો ડોઝ અને 9 માસે બુસ્ટર ડોઝ આપવાનો હોય છે.

અન્ય સમાચારો પણ છે...