તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:RTEના ઓનલાઇન પ્રવેશ ફોર્મની પ્રક્રિયા શરૂ કરો : NSUIનું આવેદન

પોરબંદર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રવેશ બાબતે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી, વાલીઓ રાહ જોઇ ને બેઠા છે

આરટીઈના ઓનલાઇન પ્રવેશ ફોર્મની પ્રક્રિયા તુરંત હાથ ધરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા NSUI દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું છે. વધુમા વધુ બાળકોનો આરટીઈ નો લાભ મળે કેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા NSUI ના પ્રમુખ કિશન રાઠોડ સહિતના આગેવાનોએ શિક્ષણ અધિકારીની મુલાકાત લીધી હતી અને વધુમાં રજુઆત કરી હતી કે, કોરોના કાળનો કપરો સમય ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી શિક્ષણ કાર્ય પણ બંધ હોય, નવા સત્રનો પ્રારંભ પણ કરવામાં આવ્યો છે.

ગરીબ વિદ્યાર્થીઓ માટે આરટીઈ મૂળભૂત અધિકાર શિક્ષણનો કાયદો લાવવામાં આવ્યો હતો,જેમાં 25 ટકા વિદ્યાર્થીઓને મફત શિક્ષણ પ્રાઇવેટ શાળાઓમાં આપવું તે જાહેર કરાયું હતું. આરટીઈની પ્રવેશ પ્રક્રિયા ફેબ્રુઆરી થી માર્ચના અંત સુધીમાં ફોર્મ ભરવાનું હોય છે,જૂનના અંત સુધીમાં બધા વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાતી હોય છે ઘણા ગરીબ વાલીઓ આ યોજનાનો લાભ લેતા હોય છે ત્યારે હાલ પણ આ બાબતે વાલીઓ રાહ જોઇને બેઠા છે ત્યારે આરટીઈના પ્રવેશ બાબતે કોઇ પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી જેથી આ યોજના વહેલી તકે હાથ ધરાઇ તેવી માંગ સાથે આવેદન પત્ર પાઠવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...