માગ:કોરોનામાં બંધ થયેલ પોરબંદર રાજકોટની લોકલ ટ્રેન શરૂ કરો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગર, સુરત ઇન્ટરસિટી ટ્રેન પોરબંદર સુધી લંબાવવા સહિતના પ્રશ્ને કોંગ્રેસે રજૂઆત કરી

પોરબંદર કોંગ્રેસના અગ્રણી રામદેવભાઇ મોઢવાડિયાને તંત્રને રજૂઆત કરી એવું જણાવ્યું છે કે કોરોનાની જ્યારથી પહેલી લહેર દેશભરમાં ફેલાઇ હતી, ત્યારે અંદાજે બે વર્ષ પહેલા અનેક ટ્રેનો બંધ કરી દેવામાં આવી હતી. જેમાં પોરબંદર થી રાજકોટ જતી લોકલ ટ્રેન બંધ કરી દેવાઇ છે.

આ ટ્રેન પોરબંદર થી સવારે 7 વાગ્યે રાજકોટ જતી હતી. અને બપોરે અઢી વાગ્યે ત્યાંથી પોરબંદર આવવા રવાના થતી હતી. જે રાત્રે 8 વાગ્યે પોરબંદર પહોંચતી હતી. આ ટ્રેન ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ હતી. જેમાં માત્ર 45 રૂપિયામાં જ રાજકોટની મુસાફરી થઇ શકતી હતી. એ વખતે અનેક ટ્રેનો બંધ થતા આ ટ્રેન બંધ કરી છે. હાલ બધી ટ્રેનો શરૂ થઈ ચૂકી છે ત્યારે તંત્રએ આ ટ્રેન શરૂ કરવા માટે વહેલી તકે કાર્યવાહી કરવી જોઇએ તેવી માંગ કરી છે.

ઉપરાંત રામદેભાઇ મોઢવાડીયા એવું પણ જણાવ્યું છે કે જામનગર- સુરત વચ્ચે દોડતી ઇન્ટરસિટી ટ્રેન જામનગરથી પોરબંદર સુધી લંબાવવામાં આવે તો ગ્રામ્ય પંથકમાંથી પણ અસંખ્ય લોકો સુરતમાં હીરા ઉદ્યોગ સાથે જોડાઇને કામ કરી રહ્યા છે તેઓને આ ટ્રેન્ડ ખૂબ જ ઉપયોગી નીવડશે. જેથી યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...