તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:મોબાઇલ ન હોય તેના માટે બગવદરમાં શેરી શિક્ષણ શરૂ

બગવદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છાત્રો શિક્ષણથી વંચિત રહી ન જાય તેવા પ્રયાસ હાથ ધરાઇ

કોરોનાએ શિક્ષણને ઓનલાઈનના ઓક્સિજન પર મૂકી દીધું છે, ત્યારે પોરબંદરના બગવદર ગામના મજૂર વર્ગના બાળકો પાસે મોબાઈલની સગવડ ન હોવાથી બાળકો શિક્ષણ કેમ મેળવવું તેની મૂંઝવણ અનુભતા હતા, જ્યારે કે અમુક બાળકો પાસે મોબાઈલની સગવડતા છે, ત્યાં ગ્રામ્ય વિસ્તારોમાં નેટ કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ આવતો હતો, જેને લીધે અહીંના વિદ્યાર્થીઓનું શિક્ષણ ડચકા ખાઈ રહ્યું હતું.

તેવામાં શિક્ષણખાતાએ શેરી શિક્ષણ માટે મંજૂરી આપતા આ બાળકોનો શેરીશિક્ષણ અભ્યાસક્રમ ચાલુ થવાથી બાળકો ખુબજ ખુશ જોવા મળે છે. બગવદર ગામે પ્રાથમિક શાળાના સ્ટાફ દ્વારા શિવ મંદિરે શેરી શિક્ષણ ચાલુ કરેલ છે. સ્કૂલના પ્રિન્સિપાલ સંગીતાબેન તેમજ થાનકી ભાઈએ જણાવ્યું હતું કે,દર વર્ષે 15 થી 20 ની સંખ્યામાં સરકારી પ્રાથમિક સ્કૂલમાં પ્રવેશ મેળવે છે. તસવીર - ધીરૂભાઇ નિમાવત

અન્ય સમાચારો પણ છે...