તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:અષાઢીબીજની શોભાયાત્રા માટે તૈયારી શરૂ

પોરબંદર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાઈડલાઈનના પાલન સાથે સમસ્ત ખારવા સમાજ દ્વારા રામદેવજી મહાપ્રભુના વરઘોડાનું આયોજન

કોરોના સંક્રમણ ઓછું થયું છે ત્યારે તંત્ર પાસે સમસ્ત ખારવાજ્ઞાતિ દ્વારા શોભાયાત્રા માટેની મંજુરી માંગવામાં આવી છે અને કોવિડ ગાઇડ લાઇનના તમામ નિયમોનું પાલન કરીને આયોજન માટેની તૈયારી હાથ ધરવામાં આવી છે.

પોરબંદર સમસ્ત ખારવાજ્ઞાતિના વાણોટ પવનભાઇ શિયાળ તથા ઉપપ્રમુખ વિનોદભાઇ બાદરશાહી, પંચ-પટેલ, ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે, જ્ઞાતિની પરંપરા મુજબ ઇષ્ટદેવ રામદેવજી મહાપ્રભુની શોભાયાત્રા અષાઢીબીજ તા. 12/7/21ને સોમવારના રોજ છે. સરકાર પાસે તેની મંજુરી માંગવામાં આવી છે અને શોભાયાત્રા અંગેની તડામાર તૈયારી પણ શરૂ કરી દેવાઇ છે.

પોરબંદર ખારવા સમાજ દ્વારા શ્રીરામદેવજી મહાપ્રભુની શોભાયાત્રાનું પરંપરા અનુસાર આયોજન કરાઈ છે. આગામી તા. 12/7ને સોમવારે અષાઢ સુદ બીજના દિવસે ઇષ્ટ દેવતા રામદેવજી મહાપ્રભુની શોભાયાત્રાનું દિવ્ય આયોજન કરવામાં આવેલ છે. વધુમાં જણાવ્યું હતું કે, અષાઢી બીજના દિવસે સવારે 9 કલાકે પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ પંચાયત મંદિરેથી પ્રયાણ કરી શહીદચોક, શિતલાચોક, માણેકચોક, કસ્તુરબા ગાંધીરોડ, વાણોટ જશુભાઇ શિયાળ માર્ગ, પાલાના ચોકથી પસાર થઇ શ્રીરામદેવજી મહાપ્રભુજીના નિજમંદિરે બપોરે 2:00 કલાકે પૂર્ણ થશે અને બપોરે 3:00 વાગ્યે રામદેવજી મહાપ્રભુ મંદિરે અને દુવારા ફળીયામાં મહાઆરતી થશે. કોરોના મહામારીને લીધે સરકારની ગાઇડલાઇનનું પાલન સાથે આ પ્રસંગ યોજાશે.

હારતોરા ને બદલે તેના રૂપિયા કવર દ્વારા સ્વિકારી શિક્ષણ કાર્યમાં વપરાશે
વાણોટ પવનભાઇ શિયાળે જણાવ્યું છે કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રા દરમિયાન ખારવા સમાજના પ્રમુખનું સન્માન પુષ્પ હારતોરાને બદલે હારતોરા ના ખર્ચ જેટલી રકમનું બંધ કવર આપી કરવામાં આવે. આ રકમ બરબાદ ન થતા આપેલું બંધ કવર શૈક્ષણિક વિકાસ ફંડમાં જમા કરાવી આ રકમ પણ શિક્ષણ જેવા સદકાર્યમાં વપરાશે.

જૂનાગઢમાં અષાઢી બિજને લઇ મંદિરે તૈયારી
અષાઢી બિજની ઉજવણીને લઇ ભગવાન જગન્નાથજીના મંદિરે તૈયારીઓનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામજીની મૂર્તિઓને શણગાર કરાઇ રહ્યો છે. 2 દિવસીય ઉજવણીમાં 11 જૂલાઇએ વિષ્ણુયાગ યજ્ઞ, સત્યનારાયણ ભગવાનની કથા યોજાશે. જ્યારે 12 જૂલાઇએ ભગવાનને શાહી સ્નાન, નવા વસ્ત્રો પરિધાન, મહાઆરતી, હાંડી ભોગ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમ કરાશે. જોકે કોરોનાના કારણે શોભાયાત્રા નહિ નિકળે અને સાદાઇથી ઉજવણી કરાશે.

અન્ય સમાચારો પણ છે...