રજુઆત:પક્ષી અભ્યારણ્ય નજીકથી વોકવે સુધીનો રસ્તો મઢવાનું કામ શરૂ કરો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માર્ગ પર સિમેન્ટ રોડથી બનાવવાની કામગીરી બંધ કરી દેવાઈ

પક્ષીઅભ્યારણ્ય થી વોકિંગ વે સુધીનો રસ્તો સિમેન્ટ રોડથી મઢવાનો કોન્ટ્રાકટ આપી દેવામાં આવ્યો છતાં આ રસ્તાનું કામ શરૂ કરવામાં ન આવતા સામાજિક કાર્યકર દ્વારા આ રસ્તો વહેલી તકે બનાવવામાં આવે તેવી રજુઆત કરાઈ છે. પોરબંદર છાયા પાલિકા દ્વારા પક્ષીઅભ્યારણ્ય થી ગોઢાણીયા કોલેજ, તેની નજીકનો રસ્તો, હનુમાન મંદિર વાળો રસ્તો તેમજ મોઢા કોલેજ સુધીનો રોડ સિમેન્ટથી મઢવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી

જેમાં આ રસ્તાઓ સિમેન્ટથી મઢી દેવામાં આવ્યા છે પરંતુ પક્ષીઅભ્યારણ્ય થી વોકવે છાયા સુધીનો માર્ગ બાકી રાખવામાં આવ્યો છે અને લાંબા સમયથી કામ અધૂરું છે જેને કારણે આ માર્ગ પર ઝાડી ઝાંખરા તેમજ કચરો અને ગંદકી ફેલાઈ છે અને તીવ્ર દુર્ગંધ પ્રસરે છે. આ માર્ગ મહત્વનો માર્ગ છે અને વેરાવળ સાઈડથી આવતા મુસાફરો માટે પોરબંદર શહેરમાં પ્રવેશવા માટેનો શોર્ટકટ માર્ગ છે પરંતુ હાલ આ માર્ગ બિસ્માર હોવાથી માર્ગનો ઉપીયોગ થઈ શકાતો નથી.

સ્થાનિકોને અને વિદ્યાર્થીઓને પણ આ માર્ગ પરથી પસાર થવામાં હાલાકી વેઠવી પડી રહી છે. અન્ય રોડ સિમેન્ટના રોડથી મઢી દેવામાં આવ્યા છે પરંતુ આ માર્ગ ની કામગીરી અટકી પડી છે જેથી વહેલી તકે આ માર્ગ પર સિમેન્ટ રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી સામાજિક કાર્યકરે પાલિકા તંત્રને માંગ સાથે રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...