તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • Start Filling Out The Form; 195 Forms For Porbandar Municipality Election Taluka Panchayat And District Panchayat Seat Candidature In One Day

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં ચૂંટણીના પડઘમ:ફોર્મ ભરવાનું શરૂ; પોરબંદર નગર પાલિકા ચૂંટણી-તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બેઠકની ઉમેદવારી માટે એક દિવસમાં 195 ફોર્મ ઉપડ્યા

પોરબંદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઉમેદવારો મેદાને ઉતર્યા, પોરબંદર તાલુકા પંચાયત માટે 3 અને જિલ્લા પંચાયત માટે 1 એમ કુલ 4 ફોર્મ ભરાયા

પોરબંદર પાલિકા ચૂંટણી અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી ની બેઠકો માટે ઉમેદવારોએ ફોર્મ ભરવાની શરૂઆત કરી છે. સોમવારે પોરબંદર તાલુકા પંચાયત બેઠક માટે 3 ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે જ્યારે જિલ્લા પંચાયતની બેઠક માટે એક ઉમેદવારે ફોર્મ ભર્યું છે. જ્યારે કુલ 195 ફોર્મ ઉપડ્યા છે.

પોરબંદર પાલિકાની, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે આગામી 28 ફેબ્રુઆરી ના રોજ ચૂંટણી યોજાશે. પાલિકાની 52 બેઠક માટે, પોરબંદર તાલુકા પંચાયતની 22 બેઠક અને રાણાવાવ તાલુકા પંચાયતની 16 બેઠક તેમજ કુતિયાણા તાલુકા પંચાયતની 16 બેઠક અને જિલ્લા પંચાયતની 18 બેઠક માટે તા. 8 થી ઉમેદવારી પત્ર ભરવાની તારીખ જાહેર કરવામાં આવી હતી. બેઠકો માટે ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. ઉમેદવારી પત્ર ભરવાની કામગીરી શરૂ થઈ છે. તારીખ 8 ના રોજ પોરબંદર તાલુકા પંચાયત ની બેઠક માટે 3 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જ્યારે જિલ્લા પંચાયત બેઠક માટે એક ઉમેદવારે ફોર્મ ભર્યું છે. આ ઉપરાંત પાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે પ્રથમ દિવસે કુલ 195 ફોર્મ ઉપડ્યા છે.

તાલુકા પંચાયતની બેઠકમાં ફોર્મ ભરનારના નામ
પોરબંદર તાલુકા પંચાયતની બેઠક માટે 12 માધવપુર બેઠક માટે રામીબેન સોમાભાઈ માવદીયા, 13 માધવપુર બેઠકમાં ભરમીબેન ભીમાભાઈ ઘરસંડા અને 14 માધવપુર બેઠક માટે પરબત માયાભાઈ ગરચારે ઉમેદવારી પત્ર ભર્યું છે. આ ત્રણેય ઉમેદવારે કોંગ્રેસ માંથી ઉમેદવારી નોંધાવી છે.

 • જિલ્લા પંચાયતની બેઠક માટે એક 12 માધવપુર બેઠકમાં લાખીબેન ભનુભાઈ ભુવાએ ઉમેદવારી નોંધાવી છે.

પોરબંદર જિલ્લા પંચાયતની બેઠક માટે કુલ 26 ફોર્મ ઉપડ્યા છે. પોરબંદર નગરપાલિકા ની બેઠક માટે 88 ફોર્મ, પોરબંદર તાલુકા પંચાયત બેઠક માટે 4 ફોર્મ, રાણાવાવ તાલુકા પંચાયત બેઠક માટે 13 ફોર્મ અને કુતિયાણા તાલુકા પંચાયતની બેઠક માટે 64 ફોર્મ આમ તા. 8ના રોજ કુલ 195 ફોર્મ ઉપડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો