તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સફાઈ કામગીરી:પોરબંદરના પક્ષી અભયારણ્યની દિવાલ પાસે સફાઈ કામગીરી શરૂ

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝાડી ઝાંખરા અને ગંદકીનું સામ્રાજ્ય છવાયું હતું, અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્રની કામગીરી

પોરબંદરના પક્ષી અભયારણ્યની દીવાલ પાસેજ ગંદકીના ગંજ ખડકાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. તેવો અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્ર દ્વારા આ વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરી છે.પોરબંદર દિવ્યભાસ્કરમાં ગત તા. 28/12 ના રોજ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જેમા પોરબંદરના પક્ષી અભયારણ્યની દીવાલ પાસે જ ગંદકી, લાંબી દીવાલ સુધી ઝાડી ઝાંખરા અને પથ્થરો ખડકાઈ ગયા છે. અને આ ઝાંખરામાં જીવજંતુ નો ઉપદ્રવ ફેલાયો છે.

જેથી આ વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધ ફેલાઈ રહી છે. બાળકો રમતા હોય જેથી ઝેરી જનાવર કરડવાનો ભય રહે છે. સ્થાનિકોને પડતી મુશ્કેલી અંગે નો અહેવાલ પ્રસિદ્ધ થતા જ તંત્ર દોડી આવ્યું હતું અને આ વિસ્તારમાં વોકિંગ વે ની દિવાલ પરનો કચરો તેમજ પક્ષી અભયારણ્યની દીવાલ પાસે ગંદકી સાફ કરવાની કામગીરી શરૂ કરી છે તેમજ મશીન દ્વારા ઝાડી ઝાંખરા અને પથ્થરો દૂર કરવા સફાઈ કામગીરી હાથ ધરી છે. આ વિસ્તારમાં પક્ષી અભયારણ્ય સુધીની લાંબી દીવાલ સુધી ગંદકી હોવાથી એક અઠવાડિયા સુધી મશીન મૂકી સફાઈ કામગીરી હાથ ધરવામાં આવશે તેવું હેલ્થ ઓફિસર જગદીશભાઈ ઢાંકીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો