તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:પોરબંદરના જૂની કોર્ટ કમ્પાઉન્ડમાં જન સેવા કેન્દ્ર વહેલી તકે શરૂ કરો

પોરબંદર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અરજદારોને 5 કિમી સુધી ધક્કા ખાવા પડે છે, ઉચ્ચકક્ષાએ રજુઆત કરાઇ

પોરબંદરની જૂની કોર્ટ કમ્પાઉન્ડ ખાતે કાર્યરત જનસેવા કેન્દ્ર નવીનીકરણ કરવામાં આવતા બંધ છે. જેથી અરજદારોને 5 કિમિ સુધી ધક્કા ખાવા પડે છે આથી વહેલી તકે જૂની કોર્ટ કમ્પાઉન્ડ ખાતે જનસેવા કેન્દ્ર શરૂ કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર દ્વારા રજુઆત કરાઈ છે. જુના કોર્ટ કમ્પાઉન્ડ ખાતે જનસેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ આ જનસેવા કેન્દ્રનું બિલ્ડીંગ જર્જરિત થતા બિલ્ડીંગના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હાલ જનસેવા કેન્દ્ર સેવા સદન 1 ખાતે ચાલુ છે જેથી શહેરથી 5 કિમિ દૂર અરજદારોને ધક્કા ખાવા પડી રહ્યા છે.

ખાસ તો વિધવા સહાય, વૃદ્ધ માટેની સહાય માટે વૃદ્ધોને 5 કિમિ દૂર ધક્કા ખાવા પડે છે અને જો ફોર્મમાં કોઈ કાગળ સબમીટ ન હોય તો ફરી ગામમાં આવવું પડે છે અને રીક્ષાભાડા ચૂકવવા પડે છે તેમજ બે થી ત્રણ વખત ધક્કા બાદ કામ પૂરું થાય છે. જેથી વૃદ્ધો સહિતના અરજદારોને હાલાકી વેઠવી પડી રહી છે જેથી જૂની કોર્ટ કમ્પાઉન્ડ ખાતે બિલ્ડીંગનું કામ વહેલી તકે પૂર્ણ કરી જનસેવા કેન્દ્ર શરૂ કરવામાં આવે તેવી સામાજીક કાર્યકર રસિકભાઈ પઢીયાર દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...