મચ્છરનો ઉપદ્વવ અટકાવવા પ્રયાસ:ગરેજમાં દવાનો છંટકાવ કરાયો, આરોગ્યની 12 જેટલી ટીમો દ્વારા 870થી વધુ ઘરોમાં ક્લોરિનનેશન કામગીરી

પોરબંદર3 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર સહિત રાજ્યમાં તાજેતરમાં સાર્વત્રિક વરસાદ થયો હતો. વરસાદ બાદ શહેરમાં જુદી-જુદી જગ્યાએ મચ્છરોનો ઉપદ્રવ ન થાય અને રોગચાળો ન ફેલાય તે હેતુથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગરેજ દ્વારા ગરેજ, નવીબંદર, રાતીયાનેશ, ઉટડા અને બળેજ ગામમાં એમ.પી.એચ.ડબલ્યુ તથા એફ.એચ.ડબલ્યુની કુલ 12 ટીમો દ્વારા 870થી વધુ ઘરોમાં જઈને મચ્છરનો ઉપદ્વવ અટકાવવા માટે એબેટ દવાનો છંટકાવ કરાયો હતો. તેમજ વરસાદનું પાણી ભરાયેલું રહેતું હોય તેવા સ્થળોએ બળેલ ઓઈલનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

870થી વધુ ઘરોમાં ક્લોરિનની ગોળીઓનું વિતરણ
જે અંતર્ગત સમાવિષ્ટ ગામમાં કુલ 12 ટીમો દ્વારા 870થી વધુ ઘરો તથા 2400થી વધુ પાણીના પાત્રોની ચકાસણી કરી સલામતીના ભાગરૂપે તેમાં કલોરીનનેશન કરવામાં આવ્યું હતું. આ તકે સમાવિષ્ટ ગામોમાં પાણીના ટાંકાઓમાં ક્લોરિનનેશન તથા કુલ 870થી વધુ ઘરોમાં ક્લોરિનની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કામગીરીનું માર્ગદર્શન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કવિતા દવે દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ ગરેજના મેડિકલ ઓફિસર ડૉ. વર્મા, સુપરવાઈઝર નારણ ચોટલીયા, નિલેશ ભરડા, અનિલ રાઠોડ તથા પી.ડી.પરમાર, આશાબેન તથા આરોગ્ય, પાણીપુરવઠા વિભાગ સહિત સ્ટાફ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...