વિમાની સેવા:અઠવાડિયામાં 3 દિવસ સ્પાઇસ જેટની ફલાઇટ ઉડાન ભરશે, પોરબંદરથી દિલ્હીની સીધી ફલાઇટ શરૂ થશે

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરવાસીઓ માટે હવે દિલ્હી જવું ખુબ જ સહેલું બની જશે. પોરબંદરથી સ્પાઇસ જેટનું વિમાન હવે અઠવાડિયામાં ત્રણ વખત પોરબંદરથી સીધું દિલ્હી માટે ઉડાન ભરશે.પોરબંદરના એરપોર્ટ પર વર્ષોથી પોરબંદર અને મુંબઇ વચ્ચે સીધી વિમાની સેવા ચલાવવામાં આવે છે.

આ ઉપરાંત થોડા વર્ષો પહેલા પોરબંદરથી અમદાવાદ માટે પણ હવાઇ સેવા શરૂ કરવામાં આવી હતી પરંતુ કોરોનાકાળ અને લોકડાઉનના સમયગાળામાં પોરબંદરથી ઉડાન ભરતી પોરબંદર મુંબઇ વચ્ચેની અને પોરબંદર-અમદાવાદ વચ્ચેની હવાઇ સેવાઓમાં લાંબા સમય સુધી વિક્ષેપ સર્જાયો હતો અને હવે કોરોનાનું સંક્રમણ ઘટી જતા થોડા સમય પહેલા જ પોરબંદર-મુંબઇ વચ્ચેની હવાઇ સેવા કાર્યરત થઇ જતા પોરબંદરથી મુસાફરી કરનારા લોકોની સગવડમાં વધારો થતા મુસાફરોમાં ખુશી જોવા મળી હતી.

આ ખુશીમાં વધારો થાય તેવી એક ખબર સામે આવી છે. આ ખબર અંતર્ગત વિમાન ઉડયન કંપની સ્પાઇસ જેટ દ્વારા આગામી તા. 27 એપ્રિલથી પોરબંદર-દિલ્હીની સીધી ફલાઇટ શરૂ કરવાની ઘોષણા કરી છે. સ્પાઇસ જેટનું 78 સીટર વિમાન પોરબંદર થી સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે સીધી દિલ્હી ખાતેની ઉડાન ભરશે. પોરબંદર થી દિલ્હીની ફલાઇટ પોરબંદરના વિકાસ માટે એક સીમાચિન્હરૂપ બની રહેશે તેવી આશાઓ સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...