છાત્રોએ શાળાનું ગૌરવ વધાર્યું:બોખીરા પે સેન્ટર શાળામાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે શિક્ષકો દ્વારા શાળા ખાતે ખાસ ટ્યુશનનું આયોજન

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મેરીટમાં આવેલ છાત્રો - Divya Bhaskar
મેરીટમાં આવેલ છાત્રો
  • શિષ્યવૃત્તિની પરીક્ષામાં જિલ્લામાં 9 મેરીટ છાત્રોમાંથી 4 છાત્રો બોખીરા પે સેન્ટરના

પોરબંદરના જ્યૂબેલી બોખીરા વિસ્તારમાં આવેલ બોખીરા પે સેન્ટર શાળા ખાતે શિષ્યવૃતિની પરીક્ષામાં આ શાળાના છાત્રોએ શાળાનું ગૌરવ વધાર્યું છે. ગત તા. 26 ફેબ્રુઆરીના રોજ પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા ધોરણ 6ની લેવામાં આવી હતી જેમાં 1463 છાત્રોએ પરીક્ષા આપી હતી. તા. 11 એપ્રિલના રિઝર્ટ આવ્યું હતું જેમાં જિલ્લામાં માત્ર 9 છાત્રો મેરીટ મા આવ્યા છે જેમાંથી 4 છાત્રો બોખીરા પે સેન્ટરના છે. આ શાળાના 40 છાત્રોએ શિષ્યવૃત્તિની પરીક્ષા આપી હતી જેમાંથી 37 છાત્રો પાસ થયા છે.

શાળાના આચાર્ય જયકુમાર મોઢા અને શિક્ષક લક્ષ્મણ જમરીયાએ જણાવ્યું હતુંકે, આ શાળામાં છાત્રો માટે ખાસ ધ્યાન આપવામાં આવે છે. શાળાના પિરિયડ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાની અલગથી તૈયારી કરાવવામાં આવે છે જેમાં આ શાળાના નિષ્ણાંત શિક્ષકો દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા માટે 3 કલાક વિનામૂલ્યે એક્સ્ટ્રા ટ્યુશન કલાસ કરાવી છાત્રોને અભ્યાસ સાથે માર્ગદર્શન આપવામાં આવે છે. જેથી સ્પર્ધાત્મક પરીક્ષા માટે છાત્રોને સરળતા રહે છે. આથી શિષ્યવૃતિ ધોરણ 6ના 40 છાત્રો માંથી 37 છાત્રો પાસ થયા છે અને જિલ્લામાં મેરીટમા આવેલ 9 માંથી 4 છાત્રો બોખીરા પે સેન્ટર શાળાના છે.

મેરીટમાં આવેલ છાત્રોના નામ
બોખીરા પે સેન્ટરના હની જગદીશભાઈ વારા, હેમ નૈમિષભાઈ થાનકી, નિધિ કેશુભાઈ કડછા અને પરી દિલીપભાઈ મોઢા નામના છાત્ર મેરીટમા આવ્યા છે.

શાળાની વિશેષ પ્રવૃતિઓ
બોખીરા પે સેન્ટર શાળા ખાતે પ્રોજેક્ટર દ્વારા શિક્ષણ આપવામાં આવે છે તેમજ આ શાળા ખાતે અદ્યતન જીમની સુવિધા ઉપરાંત લાયબ્રેરી, સાંસ્કૃતિક કાર્યક્રમો અને કરાટે સહિતની પ્રવૃત્તિ કરાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...