ચોરીનો ભેદ ઉકેલાયો:સોનીની, મોબાઇલની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાગીના અને મોબાઈલનાં મુદ્દામાલ સાથે પોલીસે સગીર સહિત ત્રણ ને ઝડપી લીધા

રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સોનીની દુકાનમાંથી ચાંદીના દાગીનાની ચોરી થયેલ તેમજ મોબાઇલની દુકાનમાંથી મોબાઇલ ફોનની બે અલગ અલગ ચોરીઓ થયેલ હતી. આ ચોરીઓનો ભેદ ઉકેલવા એલસીબી પીઆઇ એન.એમ.ગઢવી તથા સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ કરી, ટેકનીકલ માધ્યમથી તથા નેત્રમ પ્રોજેકટ અંતર્ગત આવેલ સી.સી.ટી.વી કેમેરાના ફુટેજ આધારે મૂળ જીરપન્યા ગામ સ્કુલ પાસે તા.કુકશી મધ્યપ્રદેશ અને હાલ ખીસ્ત્રી ગામ વાડી વિસ્તારમાં રહેતો સગીર વયના કિશોરને ઝડપી પૂરછપરછ કરતા

આ કિશોર અને તેના ફઇના દિકરો અજય દેવીસીંગ અમલીયાર રહે. પીપરાણી ગામ વાળાએ તા. 30/10 ના રાત્રીના આદીત્યાણા ગામ શાકમાર્કેટ પાસે આવેલ મોબાઇલની દુકાનમાંથી મોબાઇલ ફોન નંગ-6 કિ.રૂ.15,500 ની ચોરી કરેલ હોવાની કબુલાત આપતા મુદ્દામાલ રીકવર કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

આ ઉપરાંત એલ.સી.બી.સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે તે દરમ્યાન ચોક્કસ બાતમીના આધારે મૂળ મધ્યપ્રદેશ અને હાલ બોરીચા ગામ ઝીંઝરકા વાડી વિસ્તારમાં રહેતો આરોપી સકરૂ ઉર્ફે દીનેશ બનશી આમલ્યા, સમરૂ બનશી આમલ્યાને ઝડપી પૂરછપરછ કરતા બંન્ને તથા તેમની સાથેના દીતન રાયસીંગ આમલ્યા અને માનસીંગ ઉર્ફે માનીયો બાયસીંગ મોહણીયા એમ ચારેય શખ્સે ગત તા.20/10 ના રોજ રાત્રીના સમયે રાણાવાવ આદીત્યાણા ગામ વાછરાડાડા ચોકમાં આવેલ સોનીની દુકાનુ શટર તોડી દુકાનની અંદરથી ચાંદીના દાગીનાઓ કુ. રૂ. 23હજારની ચોરી કર્યા ની કબૂલાત આપી હતી.

અન્ય સમાચારો પણ છે...