પોરબંદર જિલ્લામાં મધ્યપ્રદેશથી મજૂરી કરવા માટે અનેક લોકો આવે છે ત્યારે પરપ્રાંતીઓ દ્વારા જિલ્લાભરમાં ક્રાઇમ રેટ વધી રહ્યો છે. ખૂન, અપહરણ સહિતના બનાવોમાં મધ્યપ્રદેશથી ખેત મજૂરી કરવા માટે આવતા શખ્સોની સંડોવણી હોવાના અનેક કિસ્સાઓ પોલીસ ચોપડે ચડયા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પોલીસ અને ધરતી પુત્રને અપીલ કરાઈ છે. ગુ
જરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અગ્રણી રામદેભાઇ મોઢવાડીયા દ્વારા ઉરચકક્ષાએ રજૂઆત કરાઇ છે, અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ક્રાઇમ રેટ વધ્યો છે તેમાં પરપ્રાંતી ઈસમો દ્વારા ગુનાખોરી આચરવામાં આવતી હોય તેવા બનાવો વધુ પ્રમાણમાં વધ્યા છે. બરોડા અને ઘેડ પંથકમાં ખેત મજૂરી માટે આવતા મધ્યપ્રદેશના મજૂરો દ્વારા આ પ્રકારના ક્રાઇમ રેટ આચરવામાં આવતા હોવાના કિસ્સાઓ જગજાહેર બન્યા હોવાથી ખેડૂતોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી હતી.
પરપ્રાંતીય મજૂરોની પુરતી વિગત રાખી પોલીસને પેટ્રોલિંગ વધારવા અપીલ
બરડા અને ઘેડ પંથકમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની સાથોસાથ ખેડૂતો તેમને ત્યાં પરપ્રાંતીય મજૂરોને કામે રાખે ત્યારે તેમની પૂરતા પ્રમાણમાં માહિતી રાખવાની સાથે પોલીસ પાસે તેમની વિગત હોવી જરૂરી હોવાનું રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું. તેમજ ગુનાહિત કૃત્ય કરીને પોલીસ ચોપડે ચઢેલ શખ્સોની તસવીરો જાહેર કરી ખેડૂત વાડી માલિકમાં જાગૃતિ ફેલાવવા અનેએ શખ્સોને મજુર કામ માટે વાડીએ ન રાખવા અપીલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.