તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:ગાંધીજીના જન્મ સ્થળે ઉપરના માળે કેટલાક રૂમોમાં તાળા મારી દેવાયા !

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નીચેના રૂમમાં શ્વાનના આંટાફેરા, પ્રવાસીઓ શ્વાનને જોઇ બહાર નિકળી ગયા

ગાંધીજીના જન્મ સ્થળે ઉપરના માળે કેટલાક રૂમોમાં તાળા મરાયા છે તેમજ અહીં શ્વાનના આંટાફેરા જોવા મળ્યા હતા. કોરોનાનું સંક્રમણ ઓછું થયું છે ત્યારે અન્ય જિલ્લાઓ અને રાજ્યો માંથી પ્રવાસીઓ આવી રહ્યા છે. પોરબંદરમાં હાલ કોરોનાનો એકપણ કેસ નથી ત્યારે મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ ખાતે અનેક પ્રવાસીઓ મુલાકાતે આવી રહ્યા છે. ગાંધીજીના જન્મ સ્થળે ઉપરના માળે કેટલાક રૂમને તાળા મારી દેવામાં આવ્યા છે. જેથી પ્રવાસીઓ ગાંધીજીના રૂમમા પ્રવેશી શકતા નથી. દિલ્હીથી ગાંધીજીના જન્મ સ્થળની મુલાકાતે આવેલ પરિવારે જણાવ્યું હતું કે અમો વારંવાર અહીં આવી શકતા નથી.

ગાંધીજીના જન્મ સ્થળની મુલાકાત લેવા આવ્યા છીએ પરંતુ ઉપરના માળે તાળા છે જેથી નીચેના રૂમ જોઈ શક્યા છીએ. તાળા હોવાથી ઉપર જઈ શક્યા નથી. આ ઉપરાંત ગાંધીજીના જન્મ સ્થળના નીચેના રૂમમાં શ્વાન આંટાફેરા કરતા નજરે ચડે છે. જેથી પ્રવાસીઓ અને ખાસ કરીને નાના બાળકો ડરી ગયા હતા અને શ્વાને જોઈને બહાર નીકળી ગયા હતા. જેથી પ્રવાસીઓને ધ્યાને લઈને યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા માંગ ઉઠી છે. ગાંધીજીના જન્મ સ્થળની દેખરેખ રાખનાર કર્મીએ જણાવ્યું હતું કે ઉપરના રૂમ જર્જરિત છે જેથી કોઈ અઘટિત ઘટના ન બને તે માટે રૂમમાં તાળા મારી દીધા હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...