દક્ષિણ રેલવેના કોચુવેલી યાર્ડમાં રિમોડલિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે ભાવનગર ડિવિઝનની પોરબંદરથી ઉપડતી અને આવતી કેટલીક ટ્રેનો આશિંક રીતે રદ તો કેટલીકના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
દક્ષિણ રેલવેના કોચુવેલી સ્ટેશન યાર્ડ ખાતે રિમોડલિંગની કામગીરી માટે લેવામાં આવેલા બ્લોકને કારણે ભાવનગર ડિવિઝનની પોરબંદર-કોચુવેલી એક્સપ્રેસ ટ્રેનોને અસર થશે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, પોરબંદર સ્ટેશનથી 17.11.2022 ના રોજ ઉપડતી ટ્રેન નંબર 20910 પોરબંદર - કોચુવેલી એક્સપ્રેસ કોલ્લમ જંક્શન સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે એટલે કે આ ટ્રેન પોરબંદરથી કોલ્લમ જંક્શન સ્ટેશન સુધી ચાલશે અને આ ટ્રેન કોલ્લમ જંક્શન થી કોચુવેલી સ્ટેશન સુધી આંશિક રીતે રદ રહેશે.
જયારે કે પોરબંદર સ્ટેશનથી 24.11.2022 ના રોજ ઉપડતી ટ્રેન નંબર 20910 પોરબંદર - કોચુવેલી એક્સપ્રેસ કોલ્લમ જંક્શન સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે એટલે કે આ ટ્રેન પોરબંદરથી કોલ્લમ જંક્શન સ્ટેશન સુધી ચાલશે અને આ ટ્રેન કોલ્લમ જંક્શન થી કોચુવેલી સ્ટેશન સુધી આંશિક રીતે રદ રહેશે.
પોરબંદર સ્ટેશનથી 01.12.2022 ના રોજ ઉપડનારી ટ્રેન નં. 20910 પોરબંદર - કોચુવેલી એક્સપ્રેસ 90 મિનિટ રીશેડ્યૂલ કરવામાં આવી છે એટલે કે આ ટ્રેન રૂટમાં 90 મિનિટ મોડી ચાલશે તથા પોરબંદર સ્ટેશનથી 08.12.2022 ના રોજ ઉપડનારી ટ્રેન નંબર 20910 પોરબંદર - કોચુવેલી એક્સપ્રેસ એર્નાકુલમ જંક્શન સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે એટલે કે આ ટ્રેન પોરબંદરથી એર્નાકુલમ જંક્શન સ્ટેશન સુધી ચાલશે અને આ ટ્રેન એર્નાકુલમ જંક્શન થી કોચુવેલી વચ્ચે આંશિક રીતે રદ રહેશે અને 7. 11.12.2022 ના રોજ ઉપડનારી ટ્રેન નંબર 20909 કોચુવેલી-પોરબંદર એક્સપ્રેસ કોચુવેલીને બદલે એર્નાકુલમ જંક્શન સ્ટેશનથી ઉપડશે. આ ટ્રેન કોચુવેલીથી એર્નાકુલમ જંક્શન વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ઉપરોક્ત ટ્રેનની પરિવહનની માહિતીની નોંધ લેવા રેલ્વે તંત્ર દ્વારા જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.