પોરબંદરમાં સ્નુકર ટુર્નામેન્ટ ચેમ્પિયન શિપની સેમિફાઇનલ અને ફાઇનલ રમાઇ છે. જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટનું આયોજન થતાં જિલ્લાભરના 157 સ્પર્ધકો સહભાગી બન્યા હતા. ત્યારે વિજેતાઓને રોકડ પુરસ્કાર સહિતના ઇનામો એનાયત કરી બિરદાવાયા હતા.
પોરબંદર શહેરમાં ભાવેશ્વર મંદિર સામે આવે સ્નુકર પુલ પાર્લર ખાતે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમત અને મનોરંજનમાં લોકપ્રિય સ્નુકર ઇન્ડોર રમત યોજવામાં આવી હતી. સ્નુકર ઇન્ડોર ટુર્નામેન્ટનું જિલ્લા કક્ષાએ આયોજન કરવામાં આવ્યું હતું. લ એમજી રોડ ઉપર આવેલ ભાવેશ્વર મંદિરની સામે કુબેર આર્ક બિલ્ડીંગના બીજા અને ત્રીજા માળે સ્નૂકર એન્ડ પુલ પાર્લરમાં આ ટુર્નામેન્ટ જિલ્લા કક્ષાએ યોજાતા કુલ 156 સ્પર્ધકો સહભાગી બન્યા હતા. ટુર્નામેન્ટની ચેમ્પિયનશિપની સેમિફાઇનલ અને ફાઇનલ યોજાયો હતો.
જેમાં રોકડ રકમના ઇનામો સહિત ટ્રોફી શિલ્ડ અને પ્રમાણપત્ર અર્પણ કરી વિજેતાઓને બિરદાવામાં આવ્યા હતા. વિજેતાને દસ હજાર રૂપિયા રનર્સ અપને સાત હજાર રૂપિયા અને હાઈએસ્ટ પોઇન્ટ બ્રેકરને બે હજાર રૂપિયા રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ જિલ્લા કક્ષાની સમગ્ર સ્પર્ધામાં વિવેકભાઈ રાયદેભાઈ મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.