સર્પદંશ:પોરબંદર જિલ્લાભરમાં એક અઠવાડિયામાં 8 લોકોને સર્પદંશ

પોરબંદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લામાં ખાસકરીને વાડી વિસ્તારોમાં સાપ બહાર નીકળતા હોય છે. જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં 8 લોકોને સર્પદંશ દીધાનાં બનાવ સામે આવ્યા છે. જેઓને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

જેમાં પારાવાડા ગામના મમતાબેન રાકેશ દાવર નામની મહિલા, કેશવ વાડી વિસ્તારમાં રહેતી રમીલાબેન કાળુભાઇ ધાણુ નામની મહિલા, અમરાપુર વાડી વિસ્તારમાં રહેતો દિનેશ કાશીરામ, સીમાણી ગામમાં રહેતો કમલેશ મંગલસિંગ, રાવલ ગામના માંડા ચના પાણખાણીયા નામનો 16 વર્ષીય કિશોર, રાણા કંડોરણાના ભાનુબેન મકવાણા, રિણાવાડાના સપનાબેન દિપક ભિલાલા અને રાણાવાવ મહેતાવાવ સિમ વિસ્તારમાં રહેતા લાલજીભાઈ રૂપસી નામના યુવાનને સાપ કરડતા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. દેવેન્દ્ર સોજીત્રાએ જણાવ્યું હતું કે સાપ કરડવાના બનાવો વધી રહ્યા છે અને ઘણા લોકો સારવાર માટે હોસ્પિટલે મોડા આવે છે. કેટલાક લોકો અંધશ્રદ્ધાને કારણે અન્ય સ્થળે જાય છે અને પછી હોસ્પિટલે આવે છે જેથી મોડી સારવાર મળે છે.

અન્ય સમાચારો પણ છે...