તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી સામે આવેલી ટેક્નિકલ હાઈસ્કુલના વર્કશોપમાં તસ્કર ત્રાટકયા

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છતના શેડમાંથી સાડી વડે નીચે ઉતરી તસ્કરો મોટર અને સ્ટાર્ટરની ચોરી કરી ગયા

પોરબંદરની સરકારી ભાવસિંહજી ટેક્નિકલ હાઈસ્કૂલના વર્કશોપમાં તસ્કર ત્રાટકયા હતા અને છતના સેડ માંથી સાડી વડે નીચે ઉતરી મોટર અને સ્ટાર્ટરની ચોરી કરી જતા શિક્ષકે ફરિયાદ નોંધાવી છે.પોરબંદરના એસટી બસ સ્ટેશન નજીક જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી સામે આવેલ સરકારી ભાવસિંહજી ટેક્નિકલ હાઈસ્કૂલમા તા. 21/6 ના 1 વાગ્યાથી 22/6 ના 10 વાગ્યા દરમ્યાન તસ્કર ત્રાટકયા હતા.

તસ્કર વર્કશોપની છતના સેડ માંથી સાડી વડે નીચે ઉતર્યા હતા અને વર્કશોપ માંથી એક હેકસોની મોટર અને લેથ મશીનની મોટર તેમજ એક સ્ટાર્ટર અને મેઈન સ્વિચ સહિત કુલ રૂ. 10,500નો માલ સામાન ચોરી કરી લઈ જતા આ અંગે આ સ્કૂલના શિક્ષક સુરેશભાઈ બાબુલાલ ભાલીયાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધી તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...