દિવ્યાંગો માટે સ્માર્ટ સ્ટિક:સ્માર્ટ બ્લાઇન્ડ સ્ટિક, 4 ફૂટ દુરથી અડચણ ડિટેકટ કરશે

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી પોલીટેકનીકનાં ચાર વિદ્યાર્થીઓએ દિવ્યાંગો માટે સ્માર્ટ સ્ટિક બનાવી

સરકારી પોલીટેકનીક પોરબંદરમાં કમ્પ્યુટર વિભાગમાં સેમેસ્ટર-5 માં અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓ ત્રિવેદી ધવલ, કારીયા કોનાર્ક, મોઢા રોનક અને જોષી વિરેન દ્વારા પ્રોફેસર મેહુલ ગુંદાળીયાના માર્ગદશન હેડળ દિવ્યાંગોને ખુબજ ઉપયોગી એવી સ્માર્ટ બ્લાઇન્ડ સ્ટીક બનાવી છે. આ બ્લાઇન્ડ સ્ટીક રસ્તામાં આવતી અડચણની વોર્નિંગ આપશે, જેનાથી દિવ્યાંગોને થતા અકસ્માત નિવારી શકાય. આ બ્લીન્ડ સ્ટીક સામે આવતી અડચણને 4 ફૂટના આંતરથી ડિટેકટ કરી શકાશે અને બન્ને બાજુના અડચણને 2 ફૂટ આંતરથી ડિટેકટ કરી શકશે.

વધુમાં આ સ્ટીક પ્રોગ્રામેબલ હોવાથી પ્રોગ્રામમાં ફેરફાર કરીને અડચણ ડિટેકટ કરવાના અંતરને વધઘટ કરી શકાય છે. બ્લાઇન્ડ સ્ટીક વિધાર્થીઓએ સંસ્થામાં રહેલી ટીંકરીંગ લેબમાં પ્રોફેસર મેહુલ ગુંદાળીયા અને કાર્તિક દેત્રોજાના માર્ગદર્શન હેઠળ તૈયાર કરી છે. ભવિષ્યમાં વિદ્યાર્થીઓ આ સ્ટીકમાં GPS અને વૉઈસ મોડયુલ ઉમેરીને સ્ટીકને વધુ કાયઁક્ષમ બનાવવા માંગે છે. આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક બનાવવા બદલ કોમ્પયુટર ખાતાના વડા જેમીબેન પાવાગઢી તેમજ સંસ્થાના આચાર્ય એમ.બી કાલરીયાએ વિદ્યાર્થીઓ ને અભિનંદન પાઠવ્યા હતા.

સ્માર્ટ સ્ટીક બનાવવા છાત્રોએ શેનો ઉપયોગ કર્યો?
સ્માર્ટ સ્ટીક બનાવવા વિદ્યાર્થીઓએ આરડીનો માઇક્રો-કન્ટ્રોલર અને અલ્ટ્રાસોનિકસેન્સરનો ઉપયોગ કરેલો છે. અલ્ટ્રાસોનિક સેન્સર સામેના અડચણનું અંતર માપશે અને માઇક્રો-કન્ટ્રોલરને આપશે. માઇક્રો- કન્ટ્રોલર અડચણના અંતરની ગણતરી કરીને વોર્નિંગ આપશે. વોર્નિંગ માટે એક બઝરનો અવાજ આવશે તથા વાઈબ્રેટિંગ મોડ્યુલથી સ્ટીક કંપન કરશે.

અન્ય સમાચારો પણ છે...